હાલ વિશ્વ ભરમાં કોરોના વાયરસનો હાહાકાર છે. એવા સમયે મોટાભાગના દેશોમાં લોકડાઉનની સ્થિતિ છે. જેને લઇ લોકોનો ઘરની બહાર નીકળવા પર આવ્યો છે. ત્યારે લોકો સોશિયલ મીડિયા દ્વારા લોકો સમય પસાર કરી રહ્યા છે. ત્યારે બીજી બાજુ ભડકાઉ વિડીયો અને પોસ્ટ દ્વારા ભય ફેલાવવામાં આવી રહ્યો હોવાથી આવા લોકો સામે પોલીસ ગુનો નોધીને કાયદેસરની કાર્યવાહી કરશે.

કેટલાક લોકો દ્વારા સોશિયલ મિડિયા પર ભડકાઉ વિડિયો તથા ફોટા સહિતની પોસ્ટ કરીને લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા હોવાનું બહાર આવ્યું છે. ત્યારે ગૃહ વિભાગ દ્વારા સોશિયલ મિડિયા પર ભડકાઉ થતા લોકોને ગેરમાર્ગે દોરતી પોસ્ટ કરનારા સામે ગુનો નોધવામાં આવશે તેમ ગુજરાતના પોલીસ વડા શિવાનંદ ઝાએ જણાવ્યુ હતું. સોશિયલ મિડિયા પર આવા મેસેજ પાસ કરવા બદલ દાહોદ પોલીસે ૨ અને ભાવનગર રેન્જમાં ચાર સહિત કુલ છ લોકો સામે ફરિયાદ નોધવામાં આવી છે.
આ પણ વાંચો : લોકડાઉન વચ્ચે દાંતના દર્દીઓ માટે સુમ્મીરો દ્વારા વિનામૂલ્યે વીડિયો કન્સલ્ટિંગ સેવા શરૂ કરાઇ
