રાજ્યમાં કોરોના કેસો ઝડપથી વધી રહ્યા છે. કેસોની સાથે મૃત્યુઆંકમાં પણ વધારો થઇ રહ્યો છે. કોરોના વાયરસ(corona virus)ને લઈને દાખલ સુમોટો પર હાઈકોર્ટે(Highcourt) સુનાવણી કરાઈ હતી. જેમાં રાજ્ય સરકાર(State government)ને ફટકાર લગાવતા કેટલાક સૂચનો કાર્ય છે. હાઇકોર્ટે કહ્યું જ્યાં સંક્રમણ હોય ત્યાં બહારથી આવતા લોકોને આવતા અટકાવવામાં આવે. સાથે માસ્ક ના પહેરનારાઓને ફટકારવામાં આવતી દંડની રકમ પણ બમણી કરી દેવામાં આવે.
માસ્ક ન પહેરવા પર બમણો દંડ લેવામાં આવે
હાઇકોર્ટે રાજ્ય સરકારને ટકોર કરતા કહ્યું, હાલ માસ્ક વગર ફરનારાઓને રૂપિયા 500નો દંડ કરવામાં આવે છે તે રકમ વધારીને 1000 કરી દેવી જોઈએ. કોઈ નારાજ થાય એની ચિંતા કરવાની જરૂરત નથી.
કાળાબજારી સામે કડક કાર્યવાહી કરવામાં આવે
ટોસિલિઝુમેબ ઇન્જેક્શનની કાળા બજારી અટકાવવા માટેની અરજી પર હાઇકોર્ટે રાજ્ય સરકારને ટકોર કરી કૌભાંડીઓ સામે કડક કાર્યવાહી કરવા કહ્યું છે. સરકારની ટેસ્ટ નીતિ સામે કોર્ટમાં અરજદારે વિરોધ કર્યો છે. અરજદારે કોર્ટમાં રજૂઆત કરી હતી કે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર પણ ટેસ્ટ થવા જોઇએ. જેણે ટેસ્ટ કરાવવો હોય તેને કરવાની છૂટ મળવી જોઈએ.
આ પણ વાંચો : ભાજપ પ્રદેશ અઘ્યક્ષ બન્યા બાદ CR પાટીલ બન્યા બ્રાન્ડ નેમ, લોન્ચ થયું તેમના નામ અને ફોટો સાથે માસ્ક
