પ્રજાના પ્રતિનિધિ એવા ધારાસભ્યો-સાંસદો સામેના ફોજદારી કેસો દૈનિક ધોરણે ચલાવીને વહેલીતકે નિવેડો લાવવા અદાલતોને સુચના આપવામાં આવી છે. ગુજરાતમાં વર્તમાન-પૂર્વ ધારાસભ્યો-સાંસદ સામે કુલ 92 કેસો પેન્ડીંગ છે. ગુજરાત હાઈકોર્ટે દ્વારા તમામ પ્રિન્સીપાલ ડીસ્ટ્રીક્ટ જજને તેનામાં સામેના કેસમાં સુનાવણી રોજેરોજ કરવાની સુચના આપી છે. એટલું જ નહીં આવા કેસો પર સતત દેખરેખ રાખીને દર પખવાડીયે પ્રગતિ અહેવાલ મોકલવા પણ તાકિદ કરી છે. સુનાવણી મોકુફ રખાય તો તે પાછળનું કારણ જણાવવું પડશે.
કેસો ઝડપથી પતાવવા સુપ્રીમ કોર્ટનું સૂચન

સર્વોચ્ચ અદાલતે ગત મહિને વડી અદાલતોને આ સુચના આપી હતી તેને પગલે ગુજરાત હાઈકોર્ટે રાજ્યના તમામ પ્રિન્સીપાલ જજોને સુચના આપી છે. ધારાસભ્યો-સાંસદો સામેના પેન્ડીંગ ફોજદારી કેસોનો વહેલીતકે ઉકેલ લાવવા સુપ્રિમ કોર્ટે સુચવ્યું હતું.
હાઈકોર્ટ દ્વારા જે વર્તમાન-પૂર્વ સાંસદો-ધારાસભ્યો સામે કેસો પેન્ડીંગ છે તેવા 92 કેસોની યાદી પણ પાઠવવામાં આવી છે. આવા કુલ 25 કેસ છે. અનેક સામે એકથી વધુ કેસો છે. કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજા તથા ઝઘડીયાના છોટુભાઈ વસાવા સામે પાંચ-પાંચ કેસ પેન્ડીંગ છે. કાંધલ જાડેજા સામે બે કેસ તો હથિયારધારાના છે તેમાં આજીવન કેદની સજા સુધીની જોગવાઈ છે.
આ નેતાઓ સામે ફોજદારી કેસો ચાલુ

ધારાસભ્યો સામેના મોટાભાગના કેસ આંદોલનાત્મક કાર્યક્રમો વખતે જાહેરનામા ભંગનો છે. મહુવાના પૂર્વ ધારાસભ્ય કનુભાઈ કલસરીયા સામે આવા બે કેસ છે. અન્ય કેટલાંક ધારાસભ્યો સામે પણ આવા કેસ છે જેમાં છ માસથી માંડીને ત્રણ વર્ષ સુધીની જેલસજાની જોગવાઈ છે. 92માંથી 8 કેસો ગંભીર ગુનાના છે તેમાં 10 વર્ષ કે તેથી વધુની જાની જોગવાઈ છે.
આ પણ વાંચો : તમે જાણો છો આઈપીએલના પ્લેયર્સના એપેરેલ કયા કાપડના બને છે ?
માંડવીના પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ તથા દાહોદના મહેશ ભુરીયા સામે હત્યાના કેસ છે-આ સિવાય હત્યાના પ્રયાસ, છેતરપીંડી, ભ્રષ્ટાચાર તથા હથિયારધારાના જુના પણ અમુક ધારાસભ્યો સામે છે. વર્તમાન સાત ધારાસભ્યો સામે ગંભીર ગુનાના કેસ છે. કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી સામે બદનક્ષીના કેસ છે. ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા સામે ચૂંટણી આચારસંહિતાના ભંગનો કેસ છે. જીજ્ઞેશ મેવાણી સામે કેસ છે. પરસોતમ સોલંકી સામે ભ્રષ્ટાચાર સહિત ત્રણ કેસ છે. પુરવઠા પ્રધાન જયેશ રાદડીયા સામે પણ કેસ છે. પ્રદિપસિંહ જાડેજા, પરસોતમ સોલંકી તથા કાંધલ જાડેજા સામેના ત્રણ કેસોમાં ઉપલી અદાલતોએ સ્ટે આપેલા છે.
આ પણ વાંચો : નહીં નોંધાયેલા ખેડૂતો દ્વારા વીજચોરીથી રૂા.1778 કરોડનું નુકસાન
