ભારતમાં કોરોનાનો ખતરો દિવસે દિવસે વધતો જાય છે. આજે, દેશમાં પ્રથમ વખત 60 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે.દેશમાં છેલ્લા 24 કલાકમાં 62,170 કેસ નોંધાતા દેશમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. એક દિવસમાં નોંધાયેલા આ વિશ્વમાં સૌથી વધારે છે. આ અગાઉ કોઈ પણ દેશમાં એક દિવસમાં આટલા કેસ નોંધાયા નથી. હવે, ભારતમાં દર 2 દિવસે 1 લાખથી વધુ કેસ સામે આવી રહ્યા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 899 લોકોના મૃત્યું થયા છે.
જેમાંથી, મહારાષ્ટ્રમાં અત્યાર સુધીના સૌથી વધુ 11,514 કેસ, આંધ્રપ્રદેશમાં 10,328, કર્ણાટકમાં 6,805, તમિલનાડુમાં 5,684 , ઉત્તર પ્રદેશમાં 4,586, બિહારમાં 3,416, પ.બંગાળમાં 2,954, આસામમાં 2372, તેલંગાણામાં 2,092, દિલ્હીમાં 1,299 નવા કેસ નોંધાયા છે.
છેલ્લા 24 કલાકમાં વિશ્વમાંથી કોરોનાના નવા 2,72,204 કેસ નોંધાયા છે. જયારે, વિશ્વમાં 6,259 દર્દીઓના દુઃખદ મૃત્યુ થયા છે. વિશ્વમાં કોરોનાના કેસનો કુલ આંક 1,92,37,966 પર પહોંચી ગયો છે. તેની સામે વિશ્વમાં કુલ 7,16,547 લોકોના દુઃખદ મૃત્યુ થયા છે.
આ પણ વાંચો : કોરોના મહામારી ટળવાનું નામ નથી લઇ રહી, ત્યાં ચીનમાં ફેલાયો કોઈ નવો વાયરસ
છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ કેસ નોંધાયેલા દેશોમાં પ્રથમ નંબરે ભારતમાં 62,170, બીજા નંબરે અમેરિકામાં 58,556, ત્રીજા નંબરે બ્રાઝિલમાં 54,801, ચોથા નંબરે કોલંબિયામાં 11,996, પાંચમા નંબરે સાઉથ આફ્રિકામાં 8,307, છઠ્ઠા નંબરે આર્જેન્ટિનામાં 7,513, સાતમા નંબરે મેક્સિકોમાં 6,139 અને આઠમા નંબરે રશિયામાં 5,267 નવા કેસ નોંધાયા છે. જ્યારે, સ્પેન, ચિલી,ઈરાન, ઈટલી, તુર્કી, ફ્રાંસ, જર્મનીમાં સંક્રમણ ઘટ્યું છે. આ તમામ દેશમાં દૈનિક 500થી 2 હજાર કેસ નોંધાઈ રહ્યા છે.
