ક્યારેય તમે સાંભળ્યું છે કે મંદિરમાં રહેલી મૂર્તિની ઊંચાઈ ધીમે ધીમે વધી રહી છે. પહેલી વખતમાં આ સાવ હસવા જેવી વાત લાગે પરંતુ આ સત્ય હકીકત છે. આંધ્રપ્રદેશમાં આવેલા તિરુપતિ મંદિરના દર્શન કરવા જતા પહેલા ભક્તો આ ગણેશ મંદિરની મુલાકાત અવશ્ય લે છે.
કહેવામાં આવે છે કે આ મંદિર 700 વર્ષ જૂનુ છે અને અહીં બિરાજીત ગણપતિ દાદાની મૂર્તિની ઊંચાઈ ધીમે ધીમે વધી રહી છે. એમ પણ કહેવામાં આવે છે કે બહુદા નદીની વચ્ચે બનેલા આ મંદિરને કારણે અનેક રોગનો નાશ થાય છે અને મૂર્તિના દર્શન કરતા તમામ ભક્તોના દુખ દૂર થાય છે.

આ મંદિરનું નિર્માણ 11મી સદીમાં ચોલા વંશના રાજા કુલોઠુન્ગા ચોલ પ્રથમ દ્વારા કરવામાં આવ્યું હતું. પરંતુ વિજયનગર વંશના રાજાએ 1336માં ફરીથી મદંરિનો જીર્ણોદ્ધાર કરીને મોટા મંદિરની સ્થાપના કરી હતી. આ મંદિર નદીના કિનારે વેલું હોવાથી તેને કનિપક્કમ નામ આપવામાં આવ્યું છે.
અહીંની ગણેશ ચતુર્થી 20 દિવસ ચાલે છે
સપ્ટેમબર અથવા ઓક્ટોબર મહિનામાં આવતી ગણેશ ચતુર્થીથી અહીં બ્રહ્મોત્સવની શરૂઆત થાય છે. માનવામાં આવે છે કે બ્રહ્મદેવ એક વખત પૃથ્વી પર આવ્યા હતા અને ત્યારથી અહીં 20 દિવસનો બ્રહ્મોત્સવ ઉજવવામાં આવે છે. આ ઉત્સવ દરમિયાન ભક્તો દ્વારા રથયાત્રા કાઢવામાં આવે છે. દરરોજ ગણપતિનીજી જુદા જુદા વાહનો પર વિરાજમાન થઈને ભક્તોને દર્શન આપવા નીકળે છે. રથને વિવિધ રીતે શણગારવામાં આવે છે.

ગણપતિની મૂર્તિ રોજ વધી રહી છે
એવું કહેવામાં વે છે કે આ મંદિરમાં પધરાવવામાં આવેલી ગણેશજીની મૂર્તિ રોજ કદમાં વધી રહી છે. આનો પૂરાવો તેમનું પેટ અને ઘૂંટણ છે. 50 વર્ષ પહેલા તેમના ભક્ત શ્રી લક્ષ્મમ્માએ તેમને કવચ ભેટમાં પ્યું હતું પરંતું મૂર્તિનું કદ વધી રહ્યું હોવાને લીધે તેમને પહેરાવી શકાય તેમ નથી.
દર્શન માત્રથી પાપનો નાશ થઈ જાય છે
અહીં એવી માનતા છે કે વ્યક્તિ ગમે તેટલો પાપી હોય પરંતુ તે એકવાર જો કનિપક્કમ ગણેશજીના દર્શન કરી લે તો તેના પાપનો નાશ થઈ જાય છે. આ મંદિરમાં દર્શન માટેનો એક નિયમ છે. આ નિયમનું પલન કર્યા પછી જ તમારા પાપનો નાશ થશે. નિયમ એ છે કે કોઈ પણ પાપી પોતાના પાપની ક્ષમા ભગવાન પાસે તેણે અહીંની નદીમાં સ્નાન કરવું પડશે અને ફરીથી તે ક્યારેય આવું પાપ ન કરે તેવી માનતા લેવી પડશે.
