જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (જીજેઇપીસી)ના મુંબઈમાં આયોજિત આઇઆઈજેએસ સિગ્નેચર પ્રદર્શને આશરે રૂપિયા 5000 કરોડનો બિઝનેસ જનરેટ કર્યો છે. ચાર દિવસીય એક્ઝિબિશનમાં યુએસએ, યુએઈ, ઇજિપ્ત, નેપાળ, ઉઝબેકિસ્તાન, બાંગ્લાદેશના આંતરરાષ્ટ્રીય મુલાકાતીઓ અને પ્રતિનિધિમંડળો સહિત 17242થી વધુએ મુલાકાત લીધી હતી. યુએઇ સાથે વ્યાપક આથક ભાગીદારી કરાર સાથે બાવન બિલિયન જેમ એન્ડ જ્વેલરીના એક્સપોર્ટનો લક્ષ્યાંક છે એમ જીજઇેપીસીના ચેરમેન કોલિન શાહે કહ્યું હતું.

ગયા સપ્ટેમ્બર મહિનામાં હીરાના ભાવમાં લગભગ 50 ટકા જેટલો વધારો થયો હતો જેને પગલે ખરીદદારોને ખરીદીના નિર્ણય અંગે શંકા થઈ હતી. સિગ્નેચર પ્રદર્શન ખરીદદારો માટે પરીક્ષણ બન્યું, જેઓ શો ફ્લોર પર પ્રદર્શકો વચ્ચેના દરોની તુલના કરવા માગતા હતા. ભાવ વધારો એકસમાન હોવાથી, પ્રદર્શકોએ ખરીદદારોને ખાતરી આપી ઓર્ડર બુક કરવા આકર્ષાયા હતા. એકંદરે, શોએ રુ. 5000 કરોડનો અંદાજિત બિઝનેસ જનરેટ કર્યો હતો.