મંદીની અસર સુરત ઓટો સેક્ટર સુધી પહોંચી ગઈ છે. સુરત મનપાનો પણ વાહન ટેક્સમાં ઘટાડો થયો છે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે 36215 વાહનો ઓછા ખરીદાયા છે જેને લઇ ટેક્સમાં 14.97 કરોડની ઓછી આવક થતાં ઓટો સેક્ટરમાં મંદીના માહોલનો અનુમાન છે.

સુરત મનપા વાહનોની ખરીદી પર ટુવ્હીલની શો રૂમ કિંમત પર 2 ટકા અને થ્રી અને ફોર વ્હીલ પર 2.50 ટકા વ્હીકલ ટેક્સ લઇ છે. ગત વર્ષે 6 ફેબ્રુઆરી સુધીમાં 3524 કરોડના વાહનો વેચાય હતા જેની 79.31 કરોડ રૂપિયાની આવક થઈ હતી. ત્યારે આ વર્ષે 6 ફેબ્રુઆરી સુધીમાં 2859 કરોડના વાહનો ખરીદાયા છે જેની મનપાને વ્હીકલ ટેક્સ પર 64.34 કરોડ રૂપિયાની આવક થઇ છે. આ સંખ્યા જોતાં આ વર્ષે સુરતમાં 665 કરોડની કિંમતના ઓછા વાહન ખરીદાયા છે. ત્યારે ગત વર્ષે 165812 વાહનોનું વેચાણ થયું હતું અને આ વર્ષે 129567 વાહનોનું વેચાણ થયું છે.
