સુરત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પોતાનો બિઝનેસ શરુ કરવા માંગતી મહિલાઓ માટે વુમન ઇન્ડિયા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (WICCI) સુરતની શરૂઆત કરવામાં આવી જેની 20 ઓગસ્ટના રોજ પહેલી મિટિંગ મળી હતી જેમાં શહેરની વિવિધ મહિલા આંત્રપ્રિન્યોરે ભાગ લીધો હતો. જેમાં વિકીના અગાઉના કામો અંગે ચર્ચા કરવામાં આવી હતી.

ચેમ્બર ઓફ કોમર્સ લેડીસ વિન્ગ્સના સેક્રેટરી ડો. રિંકલ જરીવાલાએ મહિલાઓના બિઝનેસને શિખરે પહોંચાડવાની એક નવી પહેલ કરી છે. તેઓ જણાવે છે કે, લોકડાઉનમાં લોકોની આવકમાં ઘણો ઘટાડો થઇ ગયો. જેથી મહિલાઓને ઘરગથ્થું ચીઝ વસ્તુઓ બનાવી વેચવાની શરૂઆત કરી જેમકે ખાખરા, પાપડ, કેક, ચોકલેટ. પરંતુ તેઓના બિઝનેસની મર્યાદા સીમિત હતી થોડા લોકો જ તેઓના બિઝનેસ અંગે જાણે છે તો તેઓના બિઝનેસને વધુ લોકો સુધી પહોંચાડી શકાય માટે આ પહેલ કરી છે.
કઈ રીતે કામ કરે છે WICCI

WICCI એક મહિલાઓને જોડતું નેશનલ પ્લેટફોર્મ છે જે ફક્ત મહિલાઓ માટે કાર્યરત છે. જેને 1 લાખ મહિલાઓ રજુ કરે છે. જે મહિલાઓ પોતાનો પર્સનલ બિઝનેસ કરે છે. તેમજ ઘરમાં રહીને નાનો બિઝનેસ કરતી હોય તો તેને સફળ બનાવવા વિકી પોતાના પ્લેટફોર્મ થકી મદદરૂપ થશે. તે બિઝનેસને કઈ રીતે આગળ લઈ જવુ, તેનું બ્રાન્ડીંગ કઈ રીતે કરવુ છે તેમજ તમારા બિઝનેસને નેશનલ અને ઈન્ટરનેશનલ પ્લેટફોર્મ કઈ રીતે મળી શકે તેના માટે વીકી કાર્ય કરશે.

ડો.રિંકલ જણાવે છે કે વિકીમાં અત્યાર સુધીમાં 113 મહિલા મેમ્બર જોડાઈ ચુક્યા છે. અમે એક ગ્રુપ તૈયાર કર્યું છે જેને નામ આપ્યું છે ‘શક્તિ બંધન’ જેમાં મહિલાઓ પોતાના બિઝનેસને લઇ પડતી મુશ્કેલીઓ એકબીજા સાથે શેર કરી શકે અને તમામ મેમ્બર તેઓની પોતાની રીતે મદદ કરી શકે. જો કોઈ ને કોઈ વસ્તુની જરૂરત હોય તો પણ તેઓ ગ્રુપમાં જણાવી શકે છે. વિકી તેમને મદદરૂપ થવાની તમામ પ્રયાસ કરશે. વધુમાં વધુ મહિલાઓ વિકીનો ભાગ બને એવી અમે અપીલ કરીએ છીએ. જો કોઈ મહિલા વીકી સાથે જોડાવા ઇચ્છતી હોય તો તેઓ ચેમ્બર ઓફ કોમર્સનો સંપર્ક કરી શકે.
કેવી રીતે આવ્યો વિચાર ?

ડો. રિંકલ બેન એક Trichologist & Cosmetologist ડોકટર છે સાથે જ એક આંત્રપ્રિન્યોર પણ છે. તેઓ બે વર્ષથી SGCCI લેડીસ વિન્ગ્સના સેક્રેટરી તરીકે ફરજ નિભાવી ચુક્યા છે. તેઓ એક ડોક્ટર છે છતાં તેઓને પહેલાથી જ મહિલાઓ માટે કામ કરવું હતું તેઓને મહિલાઓને સાથે લઇ કામ કરવાનું પસંદ છે તેઓને સોશિયલ વર્ક માટે ઘણા એવોર્ડ દ્વારા પણ સન્માનિત કરવામાં આવ્યા છે. તેઓ સમયે સમયે મહિલાઓ માટે કાર્યક્રમનું આયોજન કરતા રહે છે માટે પણ તેઓને સરકાર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે. ડો રિંકલે વુમેન વેલ્ફેર પર પ્રધાન મંત્રી મોદી સાથે પણ કાર્યક્રમ કર્યો છે. તેઓ જણાવે છે કે, લોકડાઉન સમયે તેઓને આ અંગે વિચાર આવ્યો અને તેઓએ સોફ્ટવેર ઇંજિનિયર અને આંત્રપ્રિન્યોરે ધારા શાહ અને આંત્રપ્રિન્યોરે સુનિતા નંદવાનીનો સંપર્ક કર્યો અને તેમની સાથે ચર્ચા કરી આ ત્યારે બાદ ચેમ્બર પ્રમુખ સાથે વાત કરી અને આગળ પ્રોસેસ શરુ કરી અને પ્લાનને અમલમાં મુક્યો.