દેશમાં 14 એપ્રિલથી વધારી 3 મે સુધી કરી દેવામાં આવ્યું છે. વડાપ્રધાન મોદીએ આજે રાષ્ટ્રને સંબોધતા લોકડાઉનનો સમય વધારવા અંગે જાહેરાત કરી. ત્યારે આ લોકડાઉનની અસર લોકોના દામ્પત્ય જીવન પર પણ પડી રહી છે. ઉલ્લેખનીય છે કે, લોકો લોકડાઉનના કારણે ઘરમાં બંધ થઇ ગયા છે એટલે તેઓ માનસિક તણાવ અનુભવે છે. ત્યારે મહિલાઓ માટે કાર્યરત 181 અભયમ મહિલા હેલ્પલાઈમાં ચોંકાવનારો ખુલાસો થયો છે
લોકડાઉનના કારણે ઘરમાં ઝગડાઓ વધ્યા

લોક ડાઉનના કારણે પોલીસ કંટ્રોલ રૂમ, કલેક્ટર કે, મ્યુનિસિપલ કોર્પોરેસનની હેલ્પ લાઈન કરતા પણ વધુ કોલ 181 અભયમ પર આવી રહ્યા છે. અમદાવાદ શહેરની તો રોજના ઘર કંકાશને લઇને અભયમમાં 175 થઈ 200 કોલ મળી રહ્યા છે. જેની પાછળ પણ સાયકોલોજીકલ ઇફેક્ટ હોવાનું માનવામાં આવી રહ્યું છે.
181 અભયમ હેલ્પ લાઈન સેવા
181 અભયમ મહિલા હેલ્પલાઈ સેવા છે.જે 2 તબક્કામાં કામગિરી કરે છે. જેમાં ફોન પર કાઉન્સલિંગ કરવામાં આવે છે, પછી જો ફોન પર કાઉન્સલિંગમાં કોઈપણ મામલાનું નિરાકરણ ન આવે તો સ્થળ પર પહોંચીને પીડિતોનું કાઉન્સલિંગ કરવામાં આવે છે.
આ પણ વાંચો : સરકાર દ્વારા સિનિયર સીટીઝન માટે જાહેર કરાઈ ખાસ એડવાઈઝરી, શું કરવું અને શું નહિ ?
