આજે સાંજે 7:30 વાગ્યાથી દુબઈના સ્ટેડિયમમાં પંજાબ-હૈદરાબાદ વચ્ચે મેચ રમાશે. બંને ટીમના ઓપનરો ફોર્મમાં છે. સતત હારનો સામનો કરી રહેલી પંજાબની ટીમમાં મેક્સવેલ કે પૂરનની જગ્યાએ ગેઈલને રમવાની તક અપાય તેવી શક્યતા છે. આજે હૈદરાબાદને ભુવનેશ્વરની ખોટનો જણાશે. આજની મેચમાં બંને ટીમમાં યુવા ખેલાડીઓથી ભરપૂર છે. તે ઉપરાંત, ઓપનર બેટ્સમેન પણ દમદાર છે.

હૈદરાબાદની ટીમેની શરૂઆત ખરાબ રહી હતી. હૈદરાબાદ શરૂઆતની બંને મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ બે જીત સાથે કમબેક કર્યું છે. પરંતુ, મુંબઈની ટીમ સામે મળેલી હારના કારણે અત્યારે તે પોઈન્ટ ટેબલમાં પાંચમા ક્રમે છે. પંજાબે સીઝનની શરૂઆત દિલ્હી સામે હારથી કરી છે. ત્યારબાદ બેંગ્લોર સામે સારું પ્રદર્શન કરીને જીત મેળવી છે. પરંતુ, ત્યારપછી 3 મેચમાં હાર મળતા તે પોઈન્ટ ટેબલમાં છેલ્લા ક્રમે છે.
પંજાબ ટીમમાં શરૂઆતના દમદાર બેટ્સમેન લોકેશ રાહુલ અને મયંક અગ્રવાલ છે. અત્યાર સુધી નિકોલસ પૂરન મોટી ઇનિંગ રહી શક્યો નથી. જયારે પંજાબની ટીમમાં ગ્લેન મેક્સવેલના ઈંગ્લેન્ડ સામેની સિરીઝના તેના ફોર્મને જોતા મોટી અપેક્ષા હતી પરંતુ અપેક્ષા અનુસાર પ્રદર્શન કરી શક્યો નથી. જેથી આજની મેચમાં ક્રિસ ગેઈલને રમવાની તક મળવાની શક્યતા છે. આજની મેચમાં બોલિંગ મામલે પંજાબની પકડ નબળી જણાઈ રહી છે. બોલિંગનો ભાર અત્યારે મોહમ્મદ શમી એકલો જ ઉઠાવી રહ્યો છે. તેમજ યુવા સ્પિનર રવિ બિશ્ર્નોઈ પણ સારું પ્રદર્શન કરી રહ્યો છે.
આ પણ વાંચો : સુરત ડેવલપમેન્ટ પ્લાનને મુખ્યમંત્રીની મંજૂરી, વિકાસ માટે ખુલશે નવી દિશાઓ
પંજાબ ટીમના માત્ર 2 કે 3 ખેલાડીઓ જ પાવર બતાવી રહ્યા છે. જ્યારે હૈદરાબાદ સારું પ્રદર્શન દર્શાવી રહ્યા છે. ટીમમાં યુવા ખેલાડીઓ બાજી સંભાળી રહ્યા છે. હૈદરાબાદની ટીમમાં વોર્નર, બેરિસ્ટો અને મનિષ પાંડે સારા ફોર્મમાં છે. રાશિદ ખાન અને ટી.નટરાજન અસરકારક સાબિત થઈ રહ્યા છે. અત્યાર સુધી બંને ટીમો વચ્ચે 14 મેચ રમાઈ છે જેમાંથી પંજાબને 4 અને હૈદરાબાદને 10 મેચમાં જીત મળી છે.
