ગલવાન ઘાટીમાં ભારતીય સેનાએ ને ચીનના સૈનિકો વચ્ચે થયેલ સંઘર્ષ પછી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને એક જવાનના પિતાએ નસીહત આપી છે. લદાખમાં ઘાયલ જવાનના પિતાએ પોતાના એક વિડીયો સંદેશમાં રાહુલ ગાંધીને આ મુદ્દા પર રાજનીતિ ન કરવાની અપીલ કરી છે. આ વીડિયોને પોતાના ટ્વીટર એકાઉન્ટ પર શેર કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાહુલ ગાંધીને સુજાવ આપતા કહ્યું કે તેઓ રાજનીતિ છોડી સરકાર સાથે દેશહિતમાં ઉભા રહે. અમિત શાહે જે બળવંત સિંહનો વિડીયો શેર કર્યો છે, એમનો એક વિડીયો રાહુલ ગાંધીએ પણ પોતાના ટ્વીટર પર શુક્રવારે શેર કર્યો હતો.
રાહુલ ગાંધીને કહ્યું, આ રાજનીતિ સારી નથી
શનિવારે સામે આવેલ વીડિયોમાં બળવંત સિંહે રાહુલ ગાંધીને અપીલ કરતા કહ્યું, કે ભારતીય સેના એ સેનાએ છે ચીનને હરાવી શકે છે અને બીજા દેશોને પણ હરાવી શકે છે. રાહુલ ગાંધી તમે નેતાગીરી ન કરો, આ રાજનીતિ સારી નથી. મારો દીકરો પહેલા પણ દેશ માટે લડ્યો છે અને સારો થયા પછી આગળ પણ દેશ માટે લડશે।
રાહુલ ગાંધીએ સરકાર પર ઉઠાવ્યા સવાલ
ઉલ્લેખનીય છે કે, લદ્દાખની ગલવાન ઘાટીમાં ભારત અને ચીનની હિંસક અથડામણ અંગે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સરકાર પર સતત નિશાન સાધી રહ્યા છે. શનિવારે સતત ચોથા દિવસે રાહુલે ટ્વિટ કર્યું કે, ચીનના આક્રમણ આગળ વડાપ્રધાને સરેન્ડર કરી દીધું. રાહુલે એવું પણ પુછ્યું કે, જો એ જમીન ચીનની હતી તો ભારતના સૈનિક શહીદ કેમ થયા અને કઈ જગ્યાએ શહીદ થયા?
આ પણ વાંચો : સુરતમાં boycott China ઝુંબેશની શરૂઆત, આ કંપનીએ તોડ્યો Alibaba સાથેનો 11 વર્ષનો કોન્ટ્રેક્ટ
