રાજ્યમાં આ વર્ષે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. આગામી આગાહી અનુસાર, ઓગસ્ટ મહિનાના અંતમાં પણ ભારે વરસાદ રહેશે. હવામાન વિભાગે આગાહી અનુસાર, આગામી 29 અને 30 ઓગસ્ટે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. રાજ્યમાં આગામી દિવસોમાં વેલમાર્ક પ્રેસર અને સાયકલોનિક સર્ક્યુલેશન ફરી સક્રિય થતા 29 ઓગસ્ટે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે. જ્યારે 30 ઓગસ્ટે સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે.

આ વર્ષે રાજ્યભરમાં ભારે વરસાદના પગલે સૌથી મોટું નુકશાન ખેડૂતોને થયું છે. જેમાં વધુ વરસાદના પગલે સુરેન્દ્રનગરના લખતર તાલુકામાં ભારે વરસાદથી આખા ખેતરો પાણીમાં ગરકાવ થઇ ગયા છે. આજે સવારથી અમદાવાદના મોટી પાનેલીમાં ધીમીધારે વરસાદ થઇ રહ્યો છે. ત્યાં આજે સવારથી દોઢ ઇંચ વરસાદ થયો છે. ભારે વરસાદના કારણે ખેતરો પાણીમાં ડૂબેલા છે તે ઉપરાંત, માર્ગો પર ગોઠણ સુધી પાણી ભરાઈ ગયા છે.

રાજ્યમાં વરસાદે સૌરાષ્ટ્રમાં પણ તારાજી સર્જી છે. જેના કારણે ખેડૂતોને પાકને ભારે નુકશાન થયું છે. રાજકોટ જિલ્લાના ઉપલેટના અને ધોરાજી, જેતપુર સહિતના ગામ્યપંથકમાં ખેતરોમાં પાણી ભરાઇ ગયા છે. હાલમાં વરસાદે વિરામ લીધો હોવા છતાં પણ ખેતરોમાં કમર સુધી પાણી ભરાઈ રહેલા છે. આ પરિસ્થિતિમાં ખેડૂતોને બિયારણનો ખર્ચ પર ભારે પડ્યો હોવાનો ઘાટ ઘડાયો છે. હાલ પરિસ્થિતિ અનુસાર, ખેડૂતો તાત્કાલિક સર્વે કરાવીને નુકસાન માટે સહાય કરે તેવી માંગણી ખેડૂતો તરફથી થઇ રહી છે.
આ પણ વાંચો : ગુજરાતની વધુ એક સિદ્ધિ, નીતિ આયોગના આ ઇન્ડેક્ષમાં તમામ રાજ્યોને પછાડી ગુજરાત બન્યું નંબર 1
રાજ્યમાં દેવભૂમિ દ્વારકા પણ મેઘરાજાએ પોતાનો મહેર વરસાવ્યો છે. વધુ વરસાદના કારણે બેટ જેવી સ્થિતિ સર્જાઈ છે. ભરૂચમાં ફરી ધીમીધારે વરસાદ થતાં મોહમ્મદપુરા APMCમાં પાણી ભરાઇ ગયા છે.
