જે રીતે રશિયા દ્વારા યુક્રેન વિરુદ્ધ યુદ્ધની સ્થિતિ ઊભી કરી છે તે રીતે હવે યુક્રેન માટે આગળ વધવુ મુશ્કેલ બની રહ્યું છે ત્યારે રશિયાના સાયબર એક્સપર્ટની મુશ્કેલી વધી રહી છે. હવે રશિયાની ઘણી વેબસાઈટો પર સાયબર એટેક થઇ રહ્યો છે. જેમાં રશિયાની સરકારી વેબસાઈટોને ટાર્ગેટ કરીને તેને ક્રેશ કરી દેવામાં આવી છે.
બીજી તરફ યુક્રેન પર લશ્કરી આક્રમણ તો રશિયાએ કર્યો જ છે પણ સાથે સાથે આ દેશ પર સાયબર એટેક પણ થઈ રહ્યા છે.જેના માટે પણ યુક્રેન રશિયાને જવાબદાર ઠેરવી રહ્યું છે. એક હેકર્સના ગ્રુપના પ્રતિનિધિ હોવાનો દાવો કરતા સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કહેવામાં આવ્યુ છે કે, હેકર્સે રશિયાની સરાકર સામે સાયબર વોરની શરુઆત કરી દીધી છે.રશિયાના આક્રમણના વિરોધમાં રશિયાની ડઝનબંધ વેબસાઈટને ટાર્ગેટ કરવામાં આવી છે.જેમાં રશિયાના સંરક્ષણ મંત્રાલયની વેબસાઈટનો પણ સમાવેશ થાય છે.

આ ઉપરાંત કેટલીક સાઈટ્સ એટેકના કારણે સ્લો થઈ ગઈ હતી તો કેટલીક સાઈટસને રશિયાએ ઓફલાઈન કરી નાંખી હતી. હેકર્સના એક એકાઉન્ટે પોતાના ગ્રુપને લિજીઅન તરીકે ઓળખાવીને ટ્વિટ કર્યુ હતુ કે, પુતિનના કારણે લોકોના જીવ ગયા છે અ્ને અમે આ વાત ભુલવાના નથી.
એનોનિમસ તરીકે ઓળખાતુ હેકર્સનુ જે ગ્રુપ રશિયા પર એટેક કરી રહ્યુ છે તેણે ભૂતકાળમાં અમેરિકાની જાસૂસી સંસ્થા સીઆઈએની સાઈટ પણ ટાર્ગેટ કરી હતી.આ પહેલી વખત છેકે કોઈ પણ દેશની સામ સામે વેબસાઈટ હેક થઈ રહી છે અને આરોપ અન્ય દેશની પર લાગી રહ્યા છે.