ચીનથી નીકળેલ કોરોના વાયરસે આજે દુનિયાભરમાં પોતાના પગ પ્રસારી લીધા છે. દુનિયા ભરમાં કોરોનાના 25 લાખથી વધુ દર્દીઓ છે. તેમજ 1 લાખ 70 હજારથી વધુ લોકોના મોત થયા છે. ત્યારે ચીનની ઝેજીયાંગ યુનિવર્સિટીના સંશોધનકાર પ્રો. લાંજુઆનએ કોરોનાવાયરસનું સૌથી ઘાતક સ્ટ્રેન શોધી કાઢ્યું હોવાનો દાવો કર્યો છે. લાંજુઆન ચીનના જાણીતા વૈજ્ઞાનિક છે. તેઓ પહેલા વૈજ્ઞાનિક છે જેમણે કહ્યું હતુ કે, વુહાનથી દુનિયાભરમાં મહામારી ફેલાઈ શકે છે અને અહીં લોકડાઉન કરવું સૌથી જરૂરી છે.
ચીનમાં 11 દર્દીઓ પર કરવામાં આવેલ રિસર્ચમાં આ વાયરસનું સૌથી ખતરનાક સ્વરૂપ જોવા મળ્યું છે. તેમના જણાવ્યા પ્રમાણે, કોરોનાવાયરસમાં તેનું સ્વરૂપ બદલવાની (મ્યૂટેટ)ની ક્ષમતા ઝડપી છે. ચીનના હોન્ગઝાઉ પ્રાંત કોરોનાથી સંક્રમિત દર્દીઓ પર રિસર્ચ કરતા સંશોધનકારોને આ વાતની જાણકારી ત્યારે મળી.
ચીનના દર્દીઓમાં મળ્યો ઘાતક સ્ટ્રેન

તેઓના જણાવ્યા મુજબ લેબમાં જોવા મળેલ કોરોનાવાયરસનું સ્વરૂપ અત્યાર સુધી શોધવામાં આવેલ બીજા સ્ટ્રેન કરતા જોખમી છે. જે ઝડપથી બદલાય છે અને સંક્રમણની રીત પણ. સંશોધકોએ દર્દીના શરીરમાંથી કોષો લીધા અને તેના પર વાયરસના નવા સ્ટ્રેનની અસર જોઈ. જેમાં જાણવા મળ્યું કે આ સ્ટ્રેન સંક્રમણ ઉપરાંત મૃત્યુનું કારણ બની શકે છે. આ દર્દીઓ પર વાયરસના મળેલ સ્ટ્રેન યુરોપમાં જોવા મળતા કોરોનાના સ્ટ્રેન જેવા છે. એક બીજો સ્ટ્રેન મળ્યો જે ઓછો જોખમી છે. જે અમેરિકામાં સૌથી ઓછા સંક્રમિત ક્ષેત્રમાં જોવા મળતા સ્ટ્રેન જેવા છે. તેમના જણાવ્યા મુજબ, વેક્સિન તૈયાર કરવાનું જેટલું મહત્ત્વનું છે તેના બદલતા સ્વરૂપોની અસરને કારણે જે અસર થાય તેને સમજવાનું છે.
સંશોધનકારોએ કોરોનાના ત્રણ સ્ટ્રેન શોધ્યા

કેમ્બ્રિજ યુનિવર્સિટીના સંશોધનકારોએ સમગ્ર દુનિયામાં સંક્રમણ ફેલાવ્યું એવા કોરોનાવાયરસના 3 સ્ટ્રેન શોધી કાઢયા ટાઈપ-A, B અને C. તેમના જણાવ્યા મુજબ સંક્રમિત થયેલા મનુષ્યમાંથી વાયરસના 160 જીનોમ સિક્વન્સનું રિસર્ચ થયું જે વુહાન નહીં પણ, અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં ફેલાય રહેલા વાયરસથી અમુક હદ સુધી મળતા આવે છે. આ વાયરસના એ સ્ટ્રેન ચામાચીડિયાથી ફેલાયેલા કોરોનાવાયરસથી મળ્યા હતા. રિસર્ચની ટીમે 24 ડિસેમ્બર 2019થી 4 માર્ચ 2020ની વચ્ચે દુનિયાભરના સેમ્પલ લઈને ડેટા તૈયાર કર્યો.
ભારતમાં કોરોનાવાઈરસ સિંગલ મ્યૂટેશનમાં

કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઈન્ડસ્ટ્રીયલ રિસર્ચના નિષ્ણાત ડો. સી એચ મોહન રાવા જણાવ્યું કે, ભારતમાં કોરોનાવાયરસ સિંગલ મ્યૂટેશનમાં છે. એટલે કોરોનાવાયરસ તેનું સ્વરૂપ બદલી નથી રહ્યો. જો તે સિંગલ મ્યૂટેશનમાં રહેશે તો જલ્દી નષ્ટ થવાની સંભાવના છે. જો વાયરસનું મ્યૂટેશન બદલાય છે તો જોખમ વધશે અને વેક્સિન શોધવામાં મુશ્કેલી થશે.
આ પણ વાંચો : રેપિડ કિટની ખામીના કારણે સરકારે લગાવ્યો પ્રતિબંધ, ચીને આ પ્રમાણે જવાબ આપી કર્યો સ્વ-બચાવ
