26 નવેમ્બર. આજનો દિવસ દરેક ભારતીય નાગરિક અત્યંત મહત્વનો છે. કેમ કે આજના જ દિવસ દરેક ભારતીય નાગરિક નાગરિકત્વ, મૂળભૂત અધિકારો અને સુશાસન આપતું બંધારણ મળ્યું હતું. 26 નવેમ્બર 1949 માં ભારતીય બંધારણ બનીને તૈયાર થયું હતું. ત્યારથી જ આ દિવસને બંધારણ દિવસ (Constitution Day) તરીકે મનાવવામાં આવે છે.
ભારતીય બંધારણનો મુખ્ય પાયો ડો.ભીમરાવ આંબેડકરે નાંખ્યો હતો. બંધારણને બનાવવા માટે 2 વર્ષ, 11 મહિના અને 18 દિવસનો સમય લાગ્યો હતો. ભારતીય બંધારણમાં કુલ 448 આર્ટિકલ,12 શિડ્યુલ છે. તેને 25 ભાગોમાં વિભાજીત કરવામાં આવ્યું છે. બંધારણની સભાના કુલ 284 સભ્યો દ્વારા 24 જાન્યુઆરી, 1950 ના રોજ દસ્તાવેજ પર હસ્તાક્ષર કર્યા હતા. ત્યારબાદ બે દિવસ પછી એટલે કે 26 જાન્યુઆરી, 1950 ના રોજ થી લાગુ કરાયું હતું.
26 જાન્યુઆરી,1950 બાદ બંધારણમાં કરવામાં આવેલા 9 મહત્વના સુધારાઓ
1. વર્ગના આધારે દેશના રાજ્યોની નાબૂદી, કેન્દ્રશાસિત પ્રદેશની ઘોષણા તેમજ ભાષાના આધારે રાજ્યોનું પુનર્ગઠન (1956)
2. બંધારણના 42માં સુધારાની પ્રસ્તાવનામાં સમાજવાદ અને ધર્મ નિરપેક્ષતાને શામેલ કરવાની મૂળભૂત જોગવાઈ (1976)
3. મૂળ અધિકારોની સૂચીમાંથી કાઢી નાખવામાં આવ્યો સંપત્તિનો અધિકાર (1978)
4. કાયદા નિર્માતાઓને પક્ષપાતના આધારે અયોગ્ય ઠેરવી શકાય તે અંગેનો કાયદો (1985)
5. દેશમાં આયોજીત થતી ચૂંટણીઓમાં મતદાતાઓની ઉંમર 21 વર્ષથી ઘટાડીને કરાઈ 18 વર્ષ (1989)
6. દેશના મોટા શહેરો અને જિલ્લાઓમાં મ્યુનિસિપલ કોર્પોરેશન અને નગરપાલિકાની રજૂઆત (1993)
7. 6 વર્ષથી લઈને 14 વર્ષ સુધીના બાળકો માટે મફત અને ફરજીયાત શિક્ષણનો કાયદો (2002)
8.દેશની જાહેર અને ખાનગી ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગો, અનુસૂચિત જાતિઓ અને સુનિશ્ચિત જનજાતિઓને આરક્ષણ સંબંધિત કાયદાઓ પસાર કરવા માટે સરકારે મંજૂરી આપી છે. (2014)
9.આખા દેશમાં એક રાષ્ટ્ર, એક ટેક્સ એટલે કે ‘ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) ‘ ની રજૂઆત (2017)
