ડાયમન્ડ, ટેક્સટાઇલ અને અન્ય ઉદ્યોગોમાં કોવિડના સંક્રમણને રોકવા મેયરની અધ્યક્ષતામાં ગઈ કાલે 4 કલાકે ડાઈમન્ડ અને ટેક્સટાઇલમાં કાર્યરત સુરક્ષા કવચ સમિતિની સંચાલકો, નોડલ ઓફિસર, સ્વૈચ્છીક સસ્થાનો અને શાળાના હોદ્દેદારો જેવા 250 લોકોએ ઓનલાઈન બેઠકમાં ભાગ લઈ માર્ગદર્શન મેળવ્યું હતું.

સુરતના મુખ્ય ડાયમંડ અને ટેક્સટાઇલ ઉદ્યોગમાં કામ કરતા કર્મચારીઓ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું સંપૂર્ણ પાલન ન થતા ઘણા કર્મચારીઓ કોરોનાગ્રસ્ત થયા હતા. આ સંક્રમણ વધુ ન ફેલાય તે માટે SMCએ ગાઇડલાઇનનું પાલન થાય માટે ડાયમંડ, ટેક્સટાઇલ, ઉદ્યોગો, સંસ્થાઓના સંચાલકો, મેનેજર, નોડલ ઓફીસરોનો સમાવેશ કરીને સુરક્ષા કવચ કમિટી બનાવામાં આવી છે.
આ પણ વાંચો : જાહેરમાં કોણ મોં-નાક ઢાંક્યા વગર માસ્ક ચહેરા પર લટકાવીને ફરતું હતું ?
આ મિટિંગમાં કમિટીની કામગીરી અંગે માહિતી આપતા મનપા કમિશ્નરે જણાવ્યું કે, ડાયમંડ અને ટેક્સટાઇલમાં 10થી વધુ કર્મચારીઓ કાર્યરત છે. આ કમિટી બનાવવાનો મુખ્ય હેતુ સરકારના નિયમોનું પાલન કરાવીને કોરોનાના કેસ ઘટાડવાનો છે. તેમજ કોરોનાગ્રસ્તને યોગ્ય અને ઝડપી સારવાર મળે જેથી કોરોનાનો વ્યાપ ઘટે. જેથી તેમના પરિવારજનોમાં સંક્રમણ ન ફેલાય. તેમજ ધંધા રોજગાર ફરી શરુ થાય અને રાજ્યમાં લોકડાઉન જેવી સ્થિતિ ફરી ન આવે તે માટે આ કમિટી કાર્ય કરે છે.
