મહાત્મા ગાંધીની 150મી જયંતિ પર 19 ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક કાર્યક્રમ રાખ્યો હતો આ કાર્યક્રમમાં બોલીવુડના એક્ટર-એક્ટ્રેસ, ડિરેક્ટર અને ઇન્ડસ્ટ્રીના ઘણા લોકો ઇનવાઈટ હતા. પીએમની સ્ટાર્સ સાથે ની સેલ્ફી સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઇ હતી. પ્લેબેક સિંગર એસપી બાલાસુબ્રહ્મળ્યમ પણ આ પ્રોગ્રામમાં પહોંચ્યા હતા અહીં તેમની સાથે કંઈક એવું થયું, જેને લઇ તેમણે 9 નવેમ્બરે ફેસબુક પર એક પોસ્ટ લખી.

તેમણે પીએમની સેલ્ફી શેર કરતા લખ્યું કે. ‘હું રામોજી રાવનો આભારી છું. કારણ કે તેમની મહેરબાનીથી હું 29 ઓક્ટોબરે પીએમ તરફથી એમને આવાસ પર આયોજિત રિસેપ્શનમાં સામેલ થઇ શક્યો. સમારોહ સ્થળ પર પહોંચ્યા પછી સિક્યોરિટી કર્મીઓએ અમારો ફોન જમા કરવાનું કહ્યું એના બદલામાં અમને ટોકન મળ્યું. પરંતુ અંદર જોઈને હેરાન થઇ ગયો કે પીએમ સ્ટાર્સ સાથે સેલ્ફી લઇ રહ્યા હતા.’
કાર્યક્રમમાં સાઉથની ફિલ્મોના કલાકારોને આમંત્રણ કે હાજરીને લઈને પણ સવાલ ઉભા થયા હતા. સાઉથના સ્ટાર રામચરણની પત્ની ઉપાસના કામનેની એ ઇન્સ્ટાગ્રામ પર પીએમ મોદીને એક ઓપન લેટર લખી કહ્યું હતું કે કાર્યક્રમમાં સાઉથ ફિલ્મના સ્ટાર્સ અને ઇન્ડસ્ટ્રીને સાચું પ્રતિનિધિત્વ ન મળ્યું.
એસપી બાલાસુબ્રહ્મળ્યમ સ્વામીની ફેસબુક પોસ્ટ 24 કલાકની અંદર એક હજારથી પણ વધુ વખત શેર થઇ ચુકી છે 6.5 હજાર થી વધુ લોકોએ એના પર રિએક્ટ કર્યું છે અને 600 થી વધુ કમેન્ટ છે.