સુશાંત સિંહ રાજપૂત કેસ(sushant singh rajput case)માં ડ્રગ્સ એંગલના ખુલાસા પછી નવો વળાંક આપી દીધો છે. ડ્રગ મામલે લગભગ 45 કલાક લાંભી પુછપરછ પછી નાર્કોટેક્સે રિયા ચક્રવર્તી(Rhea Chakraborty)ની 8 સપ્ટેમ્બરે ધરપકડ કરી લીધી હતી. કોર્ટે રિયાને 22 સપ્ટેમ્બર સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધી છે અને તેઓ મુંબઈની ભાયખલા જેલમાં બંધ છે. એનસીબી રિમાન્ડ કોપી મુજબ, રિયાએ કાબુલ કર્યું છે કે, તેમણે સુશાંત માટે ડ્રગ્સ ખરીદવા, ઉપલબ્ધ કરાવવા અને એના માટે પેડલર્સ, શોવિક ચક્રવર્તી અને સુશાંતના સ્ટાફને નિર્દેશ આપ્યો. પરંતુ રિયાએ આ બધું કબુલ્યું કેવી રીતે ? એનસીબીએ રિયાને 55 સવાલ પૂછ્યા.
NCB રિયાને પૂછેલ 55 સવાલ
1. પોતાના અને પરિવાર વિષે જણાવો
2. તમે તમારો આ મોબાઈલ નંબર ક્યારથી વાપરો છો ?
3. શું તમે ઝૈદ વિલાત્રાને જાણો છે, હા તો ડિટેલમાં જણાવો ?
4. શું તમે કેજાનને જાણો છો, હા તો ડિટેલમાં જણાવો
5. શું તમે અબ્દુલ બાસિત પરિહાર ને જાણો છો, હા તો ડિટેલના જણાવો ?
6. શું તમે સેમ્યુલ મિરાન્ડાને જાણો છો, હા તો ડિટેલમાં જણાવો ?
7. શું તમે દીપેશ સાવંતને જાણો છો, ડિટેલમાં જણાવો ?
8. શોવિક સાથે તમારી અંડરસ્ટેન્ડિંગ કેવી છે અને તમે તેની પર્સનલ લાઇફ વિશે કેટલું જાણો છો?
9. શોવિકને સુશાંત સિંહ રાજપૂતથી કોણો મળાવ્યો અને કેમ?
10. તમે, શોવિક, તમારા પિતાએ અને સુશાંતે વીડ/બડ અને હૈશનું સેવન કર્યું તેના વિશે તમારું શું કહેવું છે?
11. અમને જણાવો કે તમે સુશાંત સાથે કેટલીવાર પવાના ફાર્મહાઉસ જતા હતા અને ત્યાં ડ્રગ્સ સેવનને લઇને શું થતુ હતુ?
12. ડ્રગ્સ કેવી રીતે આવતું હતું અને કોણ લાવતું હતું ?
15. તમે પહેલી વખત સેમ્યુઅલ મિરાન્ડાને ક્યારે જોયા ને ક્યાં મળ્યા ?
14. તમે સુશાંતના ઘરે કેપરી હાઈટ્સ કેટલી વખત ગઈ, તમે ક્યારેય ત્યાં ડ્રગનો ઉપયોગ થતા જોયું ?
15. મિરાન્ડાએ જણાવ્યું કે તમે સુશાંતના ઘરના ખર્ચા જોતી હતી, એનું બ્યોરા આપો
16. તમારા નિવેદન પ્રમાણે સુશાંત ડ્રગ્સ લેતો હતો તો પછી તમે તેને ડ્રગ્સ કેમ ઉપલબ્ધ કરાવ્યું?
17. સુશાંત માટે ડ્રગ્સના પૈસા ક્યાંથી આવતા હતા, અનેકવાર તમે પણ ડ્રગ્સના પૈસા આપ્યા, તેનું વિવરણ આપો અને પોતાના કાર્ડ્સની ડિટેઇલ પણ શેર કરો.
18. તમે સુશાંતના કહેવાથી સેમ્યુઅલ મિરાંડાને કામ પરથી નીકાળ્યો, કેમ?
19. મિરાંડાનું કહેવું છે કે જ્યારે તેણે તમને જણાવ્યું કે સુશાંતનો કૂક અશોક સસ્તી ક્વોલિટીનું ડ્રગ્સ મોંઘા ભાવે ખરીદી રહ્યો છે તો તમે સુશાંત સાથે વાત કરી અને અશોકને કામ પરથી નીકાળી દીધો. ત્યારબાદ તમે જ ડ્રગ્સ ખરીદવાનું અને ઉપલબ્ધ કરાવવાનું કામ જોયુ.
20. તમે શોવિકને ગોવા, લદ્દાખ, દિલ્હી અને યૂરોપની ટ્રિપ પર સુશાંતની સાથે કેમ લઈ ગયા? શોવિકે યૂરોપ ટ્રિપ એક અઠવાડિયા પછી કેમ જોઇન કરી અને એક અઠવાડિયા પહેલા કેમ આવી ગયો?
21. શોવિકના નિવેદન પ્રમાણે તમે તેને ડ્રગ્સ ખરીદવા માટે નિવેદન આપતા હતા, જણાવો કેમ અને કઈ રીતે?
22. અમે તમને શૌવિક અને મિરાંડાની 15 માર્ચ 2020થી 17 માર્ચ 2020 વચ્ચેની કેટલીક વ્હોટ્સએપ ચેટ દેખાડી રહ્યો છું. આ ચેટ કેમ થઈ અને આની પાછળનો શું ઇરાદો છે એ જણાવો.
23. એક ચેટમાં તમે શોવિકને કહ્યું કે ડ્રગ્સની કિંમત જણાવો, શું તમે જણાવી શકો છો આવું કેમ?
24. તમે મિરાંડાને ડ્રગ્સ ખરીદવા માટે પોતાના ડેબિટ કાર્ડના ઉપયોગની પરવાનગી કેમ આપી?
25. શું તમે ક્યારેય વીડ/હૈશ અથવા બડનું સેવન કર્યું છે?
26. તમારી ચેટથી એવું લાગે છે કે તમે સુશાંત માટે ડ્રગ્સનો સ્ટોક મેનેજ કરી રહી હતી, કૃપા કરીને વિવરણ આપો.
27. 17 માર્ચ 2020ના તમારા કહેવા પર મિરાંડાએ ઝૈદ પાસેથી બડ ખરીદ્યું અને જ્યારે તે ઘરે લાવવામાં આવ્યું તો તમે સુશાંત સાથે હતા અને સૂર્યદીપે તમારા અને સુશાંત માટે જોઇન્ટ બનાવ્યું, વિસ્તૃત માહિતી આપો.
28. તમારો બેંક એકાઉન્ટ નંબર આપો અને તમારી આવકના સ્ત્રોત જણાવો.
29. 26 માર્ચ 2020થી 17 માર્ચ 2020 સુધી તમારા અને શૌવિકની વચ્ચે જે ચેટ થઈ તેની વ્યાખ્યા કરો.
30. સુશાંત કેટલીવાર ડ્રગ્સ લેતો હતો અને તમે આ ઉપલબ્ધ કરાવવામાં કેટલીવાર મદદ કરી?
31. 17 માર્ચ 2020ના અબ્દુલ બાસિત પાસેથી શૌવિકે સુશાંત માટે હૈશ મંગાવ્યું, મે તમને આના ચેટ્સ બતાવ્યા, આને સમજાવો અને વ્યાખ્યા કર્યો.
32. 16 માર્ચ 2020 અને 17 માર્ચ 2020ની ચેટમાં તમે શોવિકને નિર્દેશ આપ્યો હતો કે સેમ્યુઅલ મિરાન્ડા અને દીપેશ સાથે ડ્રગના સ્ટોકને જોય, ત્યાર પછી બાસિતના કોન્ટેક્ટમાં કેઝાન પાસે ડ્રગ્સ લીધા. આ ડ્રગ ડિલિવરી તમારા કોન્ટેક્ટ પાસે થઇ અને દીપેશ સાવંત તમારા કહેવા પર લાવવા લાગ્યા. જણાવો કે એની પાછળ શું કારણ હતું કે સુશાંત માટે હૅશ મંગાવી, જયારે તેઓ વીડ અને બડ્સ લેતા હતા ?
33. આ ડ્રગ ડીલ માટે પૈસા કોને આપ્યા અને પેમેન્ટ કેવી રીતે કર્યું ?
34. બાસિત તમારા ઘરે કેટલી વાર આવ્યું, શું તમે એને ક્યારેય બડ/વીડ/હેસ લેતા જોયો ?
35. જયારે નવેમબરના અંતમાં સુશાંત તમારા ઘરે 1 સપ્તાહ માટે રોકાયા હતા, ત્યારે ત્યાં કેટલી વખત ડ્રગ આવ્યું અને તમારા ઘરે કેવી રીતે આવ્યું ?
36. યૂરોપથી આવ્યા બાદ સુશાંત તમારા ઘરે કેમ રોકાયો અને ત્યારબાદ વૉટરસ્ટોન ક્લબ કેમ શિફ્ટ થયો? ત્યારબાદ તેને હિંદુજા હૉસ્પિટલ શિફ્ટ કરવામાં આવ્યો અને પછી ફરી તમારા ઘરે? શું તમે તેના પરિવારને આ વિશે જણાવ્યું? કેમકે તમારા ઘરે અનેકવાર ડ્રગ્સ પણ આવ્યું હતુ.
37. અનેકવાર મિરાંડાએ સુશાંત માટે તમારા ઘર પર ડ્રગ્સ પહોંચાડ્યું, તમે તમારા ઘર પર આવું કેમ થવા દીધું?
38. જ્યારે તમે સુશાંતની સાથે સપ્ટેમ્બર 2019 અને નવેમ્બર 2019માં વૉટરસ્ટોન ક્લબમાં રોકાયા હતા, ત્યારે કરમજીતે મિરાંડાને ડ્રગ્સ આપ્યા હતા અને પછી તે તમને આપ્યા, આને સમજાવો.
39. શું એ સત્ય છે કે સુશાંત પોતાની કારમાં હંમેશા ડ્રગ્સનું જોઇન્ટ રાખતો હતો અને તમે પણ તમારી સાથે ડ્રગ્સ જોઇન્ટ રાખતા હતા?
40. શું તમે જયા સાહાને ઓળખો છો? તમારી કેટલીક ચેટ છે તેમની સાથે જેમાં બડ્સ વિશે વાત છે.
41. તમે તમારી ઇમેઇલ આઈડી અને કૉમર્શિયલ વેબસાઇટ્સના શૉપિંગના પાસવર્ડ આપો.
42. તમે સુશાંત માટે કેટલીવાર અથવા કેટલી નિયમિત વાર ડ્રગ્સ ઉપલબ્ધ કરાવતા હતા?
43. તમારા કેટલા બેંક એકાઉન્ટ છે, ઈમેલ્સ છે, ડેબિડ અને ક્રેડિટ કાર્ડ છે?
44. તમે લોકો જ્યારે યૂરોપથી આવ્યા તો જ્યારે તમને જે ગાડી એરપોર્ટ લેવા પહોંચી તેમાં વીડના જોઇન્ટ્સ હતા અને ઘરે આવતા સમયે રસ્તામાં સુશાંતે તેનું સેવન કર્યું, તે વિશે જણાવો.
45. યૂરોપ ટ્રિપ બાદ જ્યારે સુશાંત તમારા ઘરે હતો ત્યારે સેમ્યુલ મિરાંડા તમારા ઘરે આવતો હતો કેમ?
46. તમે તમારા ભાઈ શૌવિકની સાથે મળીને ડ્રગ્સ ઉપલબ્ધ કરાવવાનું કામ શરું કર્યું, જેથી તમને આનો ફાયદો મળી શકે?
47. જ્યારે સુશાંત તમારા ઘરે હતો ત્યારે સૂર્યદીપ મલ્હોત્રા પણ તમારા ઘરે આવ્યો, કેમ?
48. અનેકવાર કરમજીતે મિરાંડાને બનાના લીફ રેસ્ટોરન્ટ પાસે બડ આપ્યા, આ તમારા એપાર્ટમેન્ટની પાસે છે અને પછી મિરાંડાએ આને શૌવિકને આપ્યું. આ બધું તમારી જાણકારીમાં થયું અને તમે તમારા ભાઈને આ બધું કરવા આપ્યું, કેમ?
49. દીપેશ સાવંતના નિવેદન પ્રમાણે, આ તમામ ડ્રગ્સ ડિલિવરી તમારી જાણકારીમાં થઈ છે?
– 17 માર્ચ 2020ના દીપેશ સાંવતને કૈઝાને માઉન્ટ બ્લેંક એપાર્ટમેન્ટ પાસે હૈશ આપ્યું. આ માટે તમે દીપેશને 7 હજાર રૂપિયા કેશ આપ્યા. આ વિશે જણાવો.
– 2 મે 2020ના દીપેશે એક ડ્વેન નામના વ્યક્તિ પાસેથી વીડ લીધું અને માટે 10000 રૂપિયા આપ્યા હતા. ડ્વેનનો કોન્ટેક્ટ દીપેશને શોવિકે આપ્યો હતો.
– જ્યારે જૂન 2020ના મહિનામાં તમે સુશાંતની સાથે તેમના ઘરે હતા, સુશાંતે દીપેશને ઋષિકેશ નામના વ્યક્તિ પાસેથી વીડ લાવવા માટે 9 હજાર રૂપિયા આપ્યા હતા. ઋષિકેશે માઉન્ટ બ્લેંકમાં આવીને આ ડિલીવરી આપી હતી.
50. શું તમે સેમ્યુઅલ હાકોપિ, નીરજ સિંહને ઓળખો છો? આ લોકો સુશાંતના ઘરે શું કરતા હતા?
51. શું તમે સિદ્ધાર્થ પિઠાણી, આયુષ શર્મા, આનંદી ધવન, રોહિણી ઐયર, શ્રુતિ મોદી, રજત મેવાતી, સાહિલ સાગર, કેશવ અને અશોકને ઓળખો છો?
52. સુશાંત અને તેના દોસ્તો દ્વારા વીડ/હૈશ અને બડના સેવનને લઇને તમારું શું કરવું છે?
53. શું તમને સુશાંત દ્વારા આપવામાં આવનારી પાર્ટીઝ વિશે જાણ હતી જ્યાં ડ્રગ્સ આપવામાં આવતા હતા?
54. શું તમને ખબર છે કે ગેરકાયદેસર ડ્રગ્સનો કોઈ પણ રીતે ઉપયોગ કરવો કાયદાકીય રીતે ગુનો છે?
55. તમે તમારી મરજીથી કંઈ જણાવવા ઇચ્છો છો?
આ પણ વાંચો : આ વર્ષે વિધાનસભામાં મુલાકાતીઓ માટે નો એન્ટ્રી
