ભારતમાં સરકાર કાળા બજારી, ભ્રષ્ટાચાર નાબૂદ કરવા ઘણા કદમો ઉઠાવે છે. ભારતમાં LPG સિલિન્ડરની પણ કાળા બજારી ઘણી વધતી જાય છે. ઘણા લોકો સિલિન્ડર ન ધરાવતા અથવા જરૂરતમંદ લોકોને સિલિન્ડર વધારે કિંમતે આપી પોતાના ખિસ્સા ભરતા હોય છે. સરકારે LPG સિલિન્ડરની કાળા બજારી રોકવા નિયમો બદલ્યા છે. નવો નિયમ 1 નવેમ્બરથી લાગુ થશે. જેમાં, સરકારે LPG સિલિન્ડરોની હોમ ડિલીવરીની પ્રક્રિયામાં બદલાવ કર્યા છે. આખી સિસ્ટમ બદલાવા જઇ રહી છે.

ભારતના 100 સ્માર્ટ શહેરોમાં સિલિન્ડરની ડિલિવરી દરમિયાન વન-ટાઇમ પાસવર્ડ (OTP) એવો ફરજિયાત કરવામાં આવ્યો છે. આ નિર્ણય પાછળ સરકારનો ઉદ્દેશ્ય ગેસ સિલિન્ડર યોગ્ય ગ્રાહક સુધી પહોંચાડવાનો છે. માટે, આ નવી સિસ્ટમ લાગુ કરવામાં આવી છે. હવે, 1 નવેમ્બરથી ડિલિવરી બોયને OTP આપ્યા બાદ જ તમને સિલિન્ડર મળશે.
હવે જયારે તેમે સિલિન્ડર બુક કરાવશો ત્યારે મોબાઈલ પર એક OTP મળશે. આ OTP ડિલિવરી બોયને જણાવવાનો રહેશે. અત્યારે, હાલમાં, આ સિસ્ટમ તામિલનાડુના જયપુર અને કોઈમ્બતુરમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે લાગુ કરાઈ છે. જે નવેમ્બરની શરૂઆતથી દેશના 100 સ્માર્ટ શહેરોમાં પણ લાગુ થશે. ત્યારબાદ, સમગ્ર દેશમાં આ યોજનાનો વિસ્તાર કરવામાં આવશે.
ધ્યાનમાં રાખવાની બાબત
- તમારો નંબર ગેસ એજન્સીમાં નોંધાયેલો નથી સૌપ્રથમ અપડેટ કરવો
- જો નંબર બદલ્યો હોય તો નવો નંબર અપડેટ કરો
- તમે ડિલિવરી બોય પાસેની એપ્લિકેશનથી પણ મોબાઈલ નંબર અપડેટ કરાવી શકો છો
આ પણ વાંચો : ટ્રાન્ઝેક્શન પહેલા જાણી લો Paytm ના બદલાયેલા નિયમો