કોરોના કાળમાં ઉધાર લઈને ખર્ચ કરનારાઓની સંખ્યામાં મોટો વધારો થયો છે. ક્રેડીટ કાર્ડથી ખર્ચ કરાયેલી સરેરાશ રકમ એપ્રિલની તુલનામાં સપ્ટેમ્બરમાં અઢી ગણી વધી ગઈ હતી. ડેબીટ કાર્ડથી રૂપિયાથી ઉપાડ પણ એપ્રિલની તુલનામાં સપ્ટેમ્બરે લગભગ ડબલ થઈ ગઈ હતી.
ખર્ચના આ ટ્રેન્ડની જાણકારી ભારતીય સ્ટેટ બેન્કનો રિસર્ચ રિપોર્ટ અનલોક બાદના ચાર મહિનાના અને બેન્કના આંકડાથી થઈ છે. રિપોર્ટ અનુસાર એપ્રિલમાં એક ક્રેડીટ કાર્ડથી સરેરાશ 3620 રૂપિયા ખર્ચ થઈ રહ્યા હતા, જુલાઈમાં વધીને આ રકમ 7905 રૂપિયા અને સપ્ટેમ્બરમાં આ રકમ 8660 રૂપિયા થઈ ગઈ હતી, મતલબ 6 મહિનામાં ક્રેડીટ કાર્ડથી ખર્ચ અઢી ગણો થઈ ગયો હતો.
કોરોના કાળમાં કમાણી પર અસર

અર્થ વિશેષજ્ઞ માને છે કે કોરોના કાળમાં મધ્યમ અને નિમ્ન વર્ગની કમાણી પર અસર પડી છે એટલે આ વર્ગ ક્રેડીટ કાર્ડથી ખર્ચ કરવા મજબૂર બન્યો છે. ડેબીટ કાર્ડ અર્થાત બેન્કમાં જમા આપતી રકમ ખર્ચ કરવાનુ માધ્યમ. એપ્રિલથી લોકો સરેરાશ દર મહીને 10,500 રૂપિયા ડેબીટ કાર્ડથી કાઢતા હતા. જુલાઈમાં આ રકમ વધીને 23,700 રૂપિયા મહીને થઈ ગઈ. અલબત, સપ્ટેમ્બરમાં આ રકમ થોડી ઘટીને 20,100 થઈ ગઈ હતી. સ્પષ્ટ છે કે લોકોના ખાતામાંથી જુલાઈમાં સૌથી વધુ પૈસા નીકળ્યા હતા, સપ્ટેમ્બર થોડા ઓછા પૈસા નીકળ્યા હોવાનું માનવામાં આવે છે. કારણ એવું માનવામાં આવે છે કે ખાતામાં કાં તો પૈસા બચ્યા અથવા લોકો અસુરક્ષા અનુભવતા હોવાથી બચત પર ધ્યાન આપે છે.
લીડ બેન્ક મેનેજર એ.કે.મકવાણા જણાવે છે કે કોરોના કાળમાં ડિજિટલ બેન્કીંગમાં અણધારી તેજી આવી છે. યુપીઆઈ એપ્ની સાથે એનઈએફયી અને આરટીજીએસથી લેવડ-દેવડનો આંકડો લગભગ બે ગણો છે. આવક પર અસર પડવાથી લોન લેનારાઓની સંખ્યા વધી છે આશા છે કે દિવાળી સુધીમાં મુશ્કેલી ઓછી થઈ જશે.
ડિજિટલ લેવડ-દેવડ બે ગણી થઈ
- કોરોના પહેલા દરરોજ 250 કરોડ રૂપિયાની આરટીજીએસ એનઈએફટી રોજ થતી.
- હવે આ આંકડો 480 કરોડ રૂપિયાથી વધી ગયો છે.
- અગાઉ દરરોજ 17 હજાર રૂપિયાની લેવડ-દેવડ મોબાઈલ એપથી થતી હતી, જે હવે 45 હજાર રૂપિયા થઈ છે.
આ પણ વાંચો : પાલિકાના નવા આદેશ, કામગીરીના નામે ત્રાસ અપાતો હોવાના કર્મચારીઓનો આરોપ
