સુરત શહેરના PUC સેન્ટરો ભાવ વધારાની માંગ સાથે બે દિવસની હડતાલ પર છે. તેઓ જો માંગ પુરી કરવામાં ન આવે તો કાયમી ધોરણે સેન્ટરો બંધ કરી દેવાની ચીમકી ઉચ્ચારી છે. સરકારે PUC દંડની જોગવાઈ માં વધારો કર્યો છે જયારે વર્ષ 1996 બાદ પીયુસી કરાવવાનો ભાવ વધ્યો જ નથી.
સુરત જિલ્લા PUC ઓનર્સ એસોસિયેશન દ્વારા જણાવવામાં આવ્યું છે કે, PUC કઢાવવાનો ભાવ 1996થી વધ્યા નથી. 23 વર્ષ જુના ભાવમાં જ PUC કાઢી આપવામાં આવે છે જેથી ખર્ચા પોસાતા નથી. આ સમયમાં સરકારી અને ખાનગી સેવાઓના ભાવમાં 1000 ગણાનો વધારો થયો છે. તો આ ભાવમાં પણ વધારવામાં આવે તેવી અમારી માંગણી છે.

આ અંગે પીયુસી ઓનર્સ એસોસિયેશને પહેલા પણ તંત્ર સામે અનેક રજૂઆત છતાં કોઈ પ્રકારની પ્રતિક્રિયા ન આવતા બે દિવસની હડતાળ પર ઉતાર્યા છે અને આગામી 10 જાન્યુઆરી સુધી PUC કઢાવવાનાં ભાવમાં કોઇ વધારો નહીં થાય તો અમે અસ્થાયી સમય સુધી હડતાળ પાડીશું કે પછી કાયમી ધોરણે પીયુસી સેન્ટરો પણ બંધી કરી શકીએ છીએ. તેવી ચીમકી આપી હતી. શહેરમાં 130 PUC સેન્ટરો છે જે બે દિવસની હડતાળ પર છે.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.