પાકિસ્તાને પોતાની જેલમાં બંધ ભારતીય નૌસેનાના સેવાનિવૃત્ત અધિકારી કુલભૂષણ જાધવ(Kulbhushan jadhav)ને મળવા માટે બીજી વખત કોન્સ્યુલર એક્સેસ(Consular Access) આપ્યું છે. સૂત્રો મુજબ ત્યાર પછી ભારતીય ઉચ્ચાયોગના અધિકારીઓ વકીલ સાથે વિદેશ મંત્રાલય પહોંચ્યા હતા. ખરેખર, પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે બુધવારે મોદી સાંજે કુલભૂષણ જાધવની મોતની સજા વિરુદ્ધ અપીલ કરવાની મંજૂરી આપી દીધી હતી. હવે ભારતીય અધિકારી કુલભૂષણની પુનર્વિચાર યાચિકા પર હસ્તાક્ષર કરશે.
પાકિસ્તાને કુલભુષણને બીજી વખત કોન્સ્યુલર એક્સેસ(Consular Access)ની મંજૂરી આપી છે. જાધવ સાથે મુલાકાત માટે પાકિસ્તાને કેટલીક સરતો મૂકી છે. મુલાકાત દરમિયાન ભારતીય અધિકારી અને જાધવને અંગ્રેજીમાં વાત કરવી પડશે અને પાકિસ્તાની અધિકારી પણ એ દરમિયાન હાજર રહેશે.
પાકિસ્તાને અપાયો હતો અપીલનો મોકો
પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે બુધવારે મોડી રાત્રે કહ્યું હતું કે અપીલ અને સમીક્ષા યાચિકા જાધવ અથવા એના કાનૂની પ્રતિનિધિ અથવા ઇસ્લામાબાદમાં ભારતના કાઉન્સલર અધિકારી દાખલ કરી શકે છે. આ પહેલા પાકિસ્તાને કહ્યું હતું કે મોતની સજાનો સામનો કરી રહેલા ભારતીય કેદી કુલભૂષણ જાધવે સૈન્ય અદાલત દ્વારા આરોપી ઘોષિત કર્યાના વિરુદ્ધ ઇસ્લામાબાદ ઉચ્ચ ન્યાયાલયમાં અપીલ દાખલ કરાવથી ઇન્કાર કરી દીધો છે. જો કે ભારતે પાકિસ્તાનના દાવાને ખોટો કરાર આપ્યો હતો.
શું છે Consular Access?
જણાવી દઈએ કે, ‘જાસૂસી અને આતંકવાદના આરોપ પર 2017માં પાકિસ્તાની સૈન્ય અદાલતે મોતની સજા સંભળાવી હતી. એના થોડા સપ્તાહ પછી, ભારતે જાધવને રાજનાયિક ન પહોંચવા દેવા ને મૃત્યુદંડને પડકાર આપતા ICJમાં અપીલ કરી હતી. 1963માં બનેલ સંયુક્ત રાષ્ટ્ર સંઘની ‘વિએના કન્વેનશન ઓન કોન્સુલર રિલેશન્સ’ સંધિ મુજબ જો કોઈ દેશમાં બીજા દેશના નાગરિકને જાસૂસી અથવા આતંકવાદના આરોપમાં પકડી લેવામાં આવે તો એને એના દેશના રાજદૂતો સાથે મળવાની મંજૂરી નહિ આપી શકાય. પાકિસ્તાન એના જ આધાર પર ભારતને કોન્સુલર એક્સેસની મંજૂરી ન આપી રહ્યું હતું. કારણ કે જાધવ ભારતીય જાસૂસ છે. જો કે ભારત આ આરોપોને ખરીજ કરે છે અને કોન્સુલર એક્સેસ માંગે છે.
આ પણ વાંચો : WHOએ વિશ્વમાં કોરોના દર્દીઓઓની વધતી સંખ્યા માટે આ દેશોની બેદરકારીને જવાબદાર ગણાવી
