સુરતમાં કોરોના વાયરસનું સંક્રમણ વધતા પાલિકા દ્વારા હીરા ઉદ્યોગ અને ટેક્સ્ટાઇલ માર્કેટ થોડા સમય બંધ કરવામાં આવ્યા હતા. જેને લઇ સૌરાષ્ટ્રવાસીઓ પોતાના વતન પરત ફર્યા હતા. ત્યારે હવે સુરતમાં કોરોનાના સંક્રમણમાં આંશિક ઘટાડો થયો છે. ત્યારે ઉદ્યોગો પણ શરુ કરી દેવામાં આવ્યા છે. જેને લઇ સૌરાષ્ટ્રવાસીઓએ ફરી સુરત આવવા હિજરત કરી છે.
સરસામાન લઇને ગયેલા લોકોની ટકાવારી ઓછી
સૌરાષ્ટ્રવાસીઓ હીરા ઉપરાંત ટેક્સટાઇલ ઉદ્યોગના એમ્બ્રોઇડરીના કામકાજ સાથે પણ મોટી સંખ્યામાં જોડાયેલા છે. વરાછામાં કોરોનાનું સંક્રમણ ઘટ્યું છે. ત્યારે સામાન મુકીને ગયેલા લોકો પરત ફરવા તૈયાર છે. હીરા બજાર સાથે સંકળાયેલા સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સરસામાન સાથે ગયેલા લોકોની પરત થવાની ટકાવારી ઓછી છે. પરંતુ સુરતમાં બસ બંધ હોવાના કારણે ભાડા પેટે 200 રૂપિયાથી વધુ ખર્ચી રહ્યા છે.
12 ઓગસ્ટ સુધી બસો પર પ્રતિબંધ
ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા 12 ઓગસ્ટ સુધી સુરતથી ઉપડતી અને આવતી તમામ બસો પર પ્રતિબંધ મુક્યો છે. છતાં પ્રાઇવેટ લક્ઝરી બસો તેઓને કામરેજ ચાર રસ્તા, કામરેજ અને કડોદરા વચ્ચેના કેનાલ રોડ પાસે તથા હાઇ-વે તાપી બ્રિજ નજીકની હોટલો પાસે ઉતારી દે છે. જોકે, હાલમાં ઘણી ઓછી લકઝરી બસો દોડી રહી છે.
આ પણ વાંચો : સુરતના માથે દુ:ખ : મનપાના 500થી વધુ કોરોના વોરિયર્સ જ થયા સંક્રમિત, 14થી વધુ કર્મચારીઓએ ગુમાવ્યા જીવ
