આજે IPLની 9મી મેચ રાજસ્થાન રોયલ્સ અને કિંગ્સ ઈલેવન પંજાબ વચ્ચે રમાશે. આ લીગમાં પંજાબની ત્રીજી અને રાજસ્થાનની બીજી મેચ છે. અગાઉ રમાયેલી મેચમાં પંજાબે 1 મેચના જીત અને 1 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. રાજસ્થાને પોતાની પ્રથમ મેચમાં જ ચેન્નાઈ સુપરકિંગ્સને હરાવ્યું હતું.

અગાઉ રમાયેલી મેચમાં પંજાબની ટીમના બેટ્સમેન રાહુલે બેંગલુરુ સામે 132 રનની ઈનિંગ રમી હતી. જે આ લીગનો સૌથી મોટો સ્કોર છે. આ પહેલા ઋષભ પંતે પણ 128 રનની ઈનિંગ રમી હતી. આ ટીમોમાં સૌથી મોંઘા પ્લેયરમાં રાજસ્થાનની ટીમના કેપ્ટન સ્મિથ 12.50 કરોડ અને સંજૂ સેમસન 8 કરોડ રૂપિયાની કિંમતના મોંઘા પ્લેયર છે. તેમજ પંજાબની ટીમમાં કેપ્ટન લોકેશ રાહુલ 11 કરોડ અને ગ્લેન મેક્સવેલ 10.75 કરોડ રૂપિયાની કિંમતના સૌથી મોંઘા પ્લેયર છે.

રાજસ્થાન અને પંજાબ વચ્ચે અત્યાર સુધી 19 મેચ રમાઈ છે. જેમાંથી રાજસ્થાન 10 અને પંજાબ 9 મેચમાં જીત્યું છે. ગત સિઝનમાં પંજાબે બન્ને મુકાબલામાં રાજસ્થાન હાર આપી હતી. IPLમાં રાજસ્થાન રોયલ્સ કુલ 148 મેચ રમી, જેમાં 76 જીત્યા અને 70 હાર્યા છે. 2 મુકાબલામાં પરિણામ આવ્યા ન હતા. જયારે પંજાબ અત્યાર સુધી 178માંથી 83 મેચ જીતી અને 95 હારી છે. આ આંકડાઓને જોતા રાજસ્થાન રોયલ્સની સક્સેસ રેટ 51.35% અને પંજાબનો 46.62% છે. આજની મેચમાં શારજાહમાં રમાશે. આ મેચ દરમિયાન આકાશ ચોખ્ખુ રહેશે. તેમજ તાપમાન 27 થી 38 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાની શક્યતા છે.
આ 5 ખેલાડીઓની રહેશે મહત્વપૂર્ણ ભૂમિકા
સંજુ સેમસન
સંજુ સેમસન રાજસ્થાન રોયલ્સનો યુવા ખેલાડી છે. તેને છેલ્લી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે 74 રન બનાવ્યા હતા. તે મેચમાં સંજુ મેન ઓફ ધ મેચ રહ્યો. IPLમાં તેણે અત્યાર સુધી 2 સદી અને 11 અર્ધસદી સદી ફટકારી છે. તેમજ 94 મેચોમાં 2,283 રન બનાવ્યા છે.
લોકેશ રાહુલ
કિંગ્સ ઇલેવન પંજાબના કેપ્ટન લોકેશ રાહુલ ટીમ માટે મહત્વપૂર્ણ ખેલાડી છે. તેણે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની છેલ્લી મેચમાં 132 રન બનાવ્યા હતા. IPLમાં રાહુલે અત્યાર સુધી 2 મેચમાં 2 સદી, 16 અર્ધ સદીની મદદથી 2,130 રન બનાવ્યા છે.
સ્ટીવ સ્મિથ
રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સ્ટીવ સ્મિથે ચેન્નઈ સામે 69 રન બનાવ્યા હતા. આજની મેચમાં બીજી મોટી ઇનિંગ્સ રમે તેવી દર્શકોની ઈચ્છા છે.
ગ્લેન મેક્સવેલ
ગ્લેન મેક્સવેલ આ સિઝનમાં સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ ગયો છે. મેક્સવેલે IPLમાં અત્યાર સુધીમાં 71 મેચ રમી છે 6 અર્ધસદીની મદદથી કુલ 1,403 રન બનાવ્યા છે. તે 91 સિક્સર અને મોટા શોટ માટે પ્રખ્યાત છે.
જોફ્રા આર્ચર
જોફ્રા આર્ચર રાજસ્થાન રોયલ્સના ઝડપી બોલર છે. તેમણે ચેન્નઈ સુપર કિંગ્સ સામેની છેલ્લી મેચમાં 8 બોલમાં 27 રન બનાવ્યા. જેમાં 4 છગ્ગા શામેલ અને બોલિંગમાં 1 વિકેટ ઝડપી હતી.
