રાજ્યમાં દારૂબંધી સામે પોલીસ દ્વારા પગલાં ભરવામાં આવી રહ્યા છે ત્યારે વિચિત્ર રીતે દારૂની હેરાફેરીનો કિસ્સો સામે આવી રહ્યો છે. જેના સામે સુરત પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. હાલની માહિતી અનુસાર હવે બેસના બાટલાઓની આડમાં દારૂના જથ્થાની હેરફેર કરવાની માહિતી સામે આવી છે.
હાલમાં જ સુરત એલસીબી દ્વારા ચોક્કસ બાતમી મળી હતી કે, પલસાણાના કારેલી ગામે રહેતો મીહીર મુકેશભાઇ પરમાર એચ.પી.ગેસ લખેલ ટાટા ટેમ્પો નંબર- (GJ – 18 – AV – 9545) માં ગેસના બાટલાઓમાં ખાના બનાવી ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો ભરીને બારડોલી તાલુકાના રજવાડ ગામે મુકી રાખેલ છે.

જે આધારે તપાસ કરતા ટેમ્પોમા ભરેલ એચ.પી ગેસના બાટલાઓ તપાસતા કુલ્લ 29 બાટલાઓ મળી આવેલ જેમા 24 ગેસના બાટલાઓ નીચેના ભાગે કાપી તેમા ગુપ્તખાના બનાવી મોટા પ્રમાણમા વિદેશીદારૂનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે ઘટના સ્થળેથી 1,51,200 ની કિંમતની વિદેશી દારૂની 1632 નંગ બોટલ 2 લાખની કિંમતનો ટેમ્પો તેમજ 14,500 ની કિંમતના ગેસ સિલિન્ડર જપ્ત કરાયા હતા. જેની સાથે જ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.