સરકાર દ્વારા ઇન્ફ્રાસ્ટ્રકચર અને ખાસ કરીને હાઉસિંગ સેક્ટર માટે મસમોટા 25,000 પેકેજની જાહેરાત નાણામંત્રીએ નિર્મલા સિતારમણ તારીખ 9મી નવેમ્બરના રોજ કરી હતી. ખાસ કરીને લોકોમાં જે સતત મંદીની વાતો ચાલી રહી છે તેને લઈને હરિયાણા-મહારાષ્ટ્રની ચુટણીઓમા પાર્ટીને અપેક્ષિત પરિણામો ન મળતા આર્થિક ક્ષેત્રે ક્રાંતિકારી નિર્ણયો લેવામાં આવશે તે ખૂબ જ અપેક્ષિત છે. કલમ 370ની નાબૂદી પછી ભારતીય જનતા પાર્ટીને બંને રાજયોની ચુટણીમાં સરળતાથી ઈલેકશન વોક ઓવર મળશે એવી આશા ફળીભૂત ન થતાં સમગ્ર સરકાર આર્થિક ક્ષેત્રે મોટા નિર્ણયો લેશે અને જેની અસર આવનારા દિવસોમાં તમામ ક્ષેત્રે દેખાશે એ ખૂબ જ સ્પષ્ટ છે.

આવનારા દિવસોમાં દિલ્હી અને ઝારખંડમાં ચુટણીઓ આવી રહી છે જે સંજોગોમાં આર્થિક ક્ષેત્રે લોકોને સમજાય તેવા નિર્ણયો લેવા ખૂબ જ જરૂરી છે. સરકાર દ્વારા બજેટ સિવાય પણ મોટા પગલા ભરવામાં આવે છે અને કોઈ નિર્ણય લીધા પછી એમાં કોઈ ખામી રહી ગઈ હોય તો તેવી ખામી દૂર કરવા તે નિર્ણયોમાં સતત ફેરફાર પણ કરવામાં આવે છે તેવું આ સરકાર સતત પુરવાર કરી રહી છે.

GST ના નિર્ણયોમાં ફેરફાર કરતી વખતે જ્યારે વિરોધ પક્ષોએ સરકારની ટીકા કરી ત્યારે વડાપ્રધાને સ્પષ્ટ જણાવ્યુ કે “સરકાર કોઈ લકીરની ફકીર નથી” જો સરકારને લાગશે કે કોઈ નિર્ણયની લોકોને પ્રતિકૂળ અસર થઈ છે. તો સરકાર તે નિર્ણય ને પાછો લેતા ખચકાશે નહીં. આવા નિર્ણયો અને તેના જે પરિણામો આવે ત્યારબાદ નિર્ણયોમાં જે ફેરફાર કરવાની નેતૃત્વ શક્તિ કેટલી સંવેદનશીલ છે તેવું પ્રસ્થાપિત કરવામાં આ સરકાર સફળ થઈ છે તે સ્પષ્ટ બાબત છે.
જાણીતા રાજકીય વિશ્લેષક મેહુલભાઈ ચોકસીની કલમે

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.