લોકોમાં એવી વાત ચર્ચાઈ રહી છે કે સરકારે 2000 રૂપિયાની નોટો છાપવાનું કામ બંધ કર્યું છે. જેને લઈને નાણામંત્રાલયે શનિવારે લોકસભામાં જાણકારી આપતા કહ્યુ કે, 2000 હજાર રૂપિયાની નોટના પ્રિંટિંગને બંધ કરવાનો કોઈ નિર્ણય લેવાયો નથી. લોકસભામાં નાણા રાજ્ય મંત્રી અનુરાગ સિંહ ઠાકુરે કહ્યુ કે, સરકાક કોઈપણ પ્રકારની કરંસી નોટ વિશે નિર્ણય લેતા પહેલા RBI ની સલાહ લે છે. તેનાથી સામાન્ય લોકોને ચલણી નોટો પર્યાપ્ત વસ્તુઓમાં ઉપલબ્ધ છે. નાણાકીય વર્ષ 2019-20 અને 2020-21માં 2000 રૂપિયાની નોટો મોકલવા માટે પ્રેસને કોઈ માંગ પત્ર મોકલ્યો ન હતો. પરંતુ, તેનો અર્થ એ નથી કે, સરકાર 2000 રૂપિયાની નોટ છાપવાનું બંધ કરવાનું વિચારી રહી છે.
નાણાં રાજ્ય પ્રધાને જણાવ્યું કે, 31 માર્ચ 2020 સુધીમાં 2000 રૂપિયાની 27,398 ચલણી નોટો ફરતી થઈ છે. 31 માર્ચ 2019 સુધીમાં આ આંકડો 32,910 ચલણી નોટનો હતો. કોરોના મહામારીના કારણે જાહેર કરાયેલા લોકડાઉનમાં નોટોનું છાપકામ થોડા સમય માટે બંધ કરાયું હતું. પરંતુ, આ પ્રિંટિંગ પ્રેસમાં તબક્કાવાર રીતે કામગીરી શરૂ કરવામાં આવી છે. લોકડાઉનમાં ભારતીય રીઝર્વ બેન્ક નોટ મુદ્રણ પ્રાઈવેટ લિમિટેડમાં 23 માર્ચ 2020થી લઈને 3 મે 2020 સુધી નોટનું છાપકામ બંધ હતુ. જે, 4મેથી કામ શરૂ થઈ ગયુ હતુ.
