ભારતના લોકો જેની ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા તે IPL કાલથી શરુ થવા જઈ છે. IPLની તમામ તૈયારીઓ UAEમાં થઇ ગઈ છે. હાલમાં, RCBના કેપ્ટન વિરાટ કોહલીએ ગુરુવારે UAEમાં યોજાયેલી ટીમની ટીશર્ટના લોન્ચિંગની વર્ચુઅલ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, ટીમમાં આ સૌપ્રથમ વખત થવા જઈ રહ્યું છે. જે કોરોના વોરિયર્સને સમર્પિત હશે જેમને પોતાની ચિંતા કર્યા વગર લોકોની સેવા કરી છે.

વિરાટ કોહલીએ કહ્યું કે, અમારી ટીમ તરફથી કોરોના વોરિયર્સને સલામ છે. જેમણે દરેક પડકારોનો સામનો કર્યો જેની કલ્પના કોઈ કરી શકતા નથી. જેઓ છેલ્લા છ-સાત મહિનાથી આ મુશ્કેલી પરિસ્થિતિમાં નિષ્ઠાપૂર્વક કાર્ય કરે છે. તેમને જોઈને હું ઘણું શીખ્યો છું. તેમની પાસે પસંદગી હતી પરંતુ તેઓ પોતાના કામથી ભાગ્ય વગર નિષ્ઠાપૂર્વક કર્યા કર્યું છે. RCBના અધ્યક્ષ સંજીવ ચૂડીવાલાએ જણાવ્યું હતું કે, ખેલાડીઓ આ ટીશર્ટ મેચ અને આખી ટૂર્નામેન્ટ દરમિયાન પ્રેક્ટિસમાં પહેરશે. જેમાંથી, પ્રથમ મેચમાં પહેરેલી ટીશર્ટની હરાજી કરવામાં આવશે અને જેની રકમ ‘ગિવ ઈન્ડિયા ફાઉન્ડેશન’ ને અપાશે.
આ પણ વાંચો : IPLમાં કરપ્શન રોકવા BCCIએ UKની કંપની સ્પોર્ટ રડાર સાથે કર્યો કરાર
RCBની ટીમ ઘણા સમયથી પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ્સમાં માય કોવિડ હીરોઝ અને હેશટેગ રીઅલ ચેલેન્જર્સ ચલાવી રહી છે. RCBના આ પ્રસંગે ત્રણ કોરોના નાયક વોરિયર્સ હાજર રહ્યા હતા જેમાં ચંદીગઢના સિમરનજીત સિંહ હતા. તેઓ વૃદ્ધ હોવા છતાં પણ લોકોને મદદ કરવા આગળ આવ્યા હતા. આ ઉપરાંત, કોરોના લડવૈયાઓ માટે ‘ફોરસ શિલ્ડ’ ડિઝાઇન કરનાર અમદાવાદની હિતિકા શાહ અને કર્ણાટકના ઝીશાન જાવેદ જેમણે ‘મિશન મિલ્ક’થી રોજ કમાઈને રોજ ખાનારા મજૂરોને દૂધનું વિતરણ કર્યું હતું.
લોકો ભલે લોકો ખેલાડીઓને રોલ મોડલ કહેતા હોય પરંતુ , વાસ્તવિક હીરો તો કોરોના વોરિયર્સ છે. કોહલીએ અંતે કહ્યું કે, “આવા પડકારોનો સામનો કરવો એ એક મહાન બાબત છે અને તે પણ પ્રશંસા અથવા ઈનામની ઇચ્છા કર્યા વિના.”હું આ સમયગાળા દરમિયાન શીખી ગયો છું, તમારી પાસે જે છે તેનાથી સંતુષ્ટ રહેવાનું શીખો અને જીવનમાં બિનજરૂરી રીતે ભાગવું નહીં. “
