દુનિયામાં કરોનાના કેસો સતત વધી રહ્યા છે. દુનિયાના તમામ દેશો કોરોના સામે લડવા યોગ્ય પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે WHO મુજબ સારી ઇમ્યુનીટીના કારણે 20 વર્ષથી ઓછી ઉંમરના લોકો પર કોરોનાનો ખતરો ઘણો ઓછો છે. સાથે જ કહ્યું કે, ઘણા દેશોમાં આ ઉંમરના લોકોના કારણે જ ફરી કોરોના ફર્યો છે. કેમ કે આ તેને ફેલાવનારું માધ્યમ બની ગયા છે. WHO મુજબ કોરોનાના જેટલા કેસ સામે આવે છે. તેમાં 20 વર્ષથી ઓછી ઉંમરના લોકોની સંખ્યા 10 ટકાથી પણ ઓછી છે. અને ફક્ત 0.2 લોકોના મોત થયા છે.
બાળકોમાં મોતનો રેસીયો ઓછો
WHOએ કહ્યું છે કે આ અંગે હજુ વધારે રિસર્ચની જરુર છે કારણ કે, બાળકોને પણ આમાં સમાવવા જોઈએ. સંગઠનોએ કહ્યું કે અમે જાણીએ છીએ કે બાળકો માટે આ વાયરસ જીવલેણ છે અને તેમનામાં હળવા લક્ષણો દેખાય છે. પરંતુ, એ પણ સાચુ છે કે તેમનામાં મોતનો રેસિયો ઘણો ઓછો છે.
બાળકો પર કોરોનાની ગંભીર અસર થઇ રહી
યૂનિસેફના એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર હેનરિટા ફોરેને કહ્યું કે 192 દેશોમાં અડધાથી વઘારે બાળકો સ્કૂલે નથી જઈ શક્તા. લગભગ 16 કરોડ બાળકો ઘરમાં છે. પરંતુ અંતરિયાળ વિસ્તારમાં રહેતા બાળકો ટીવી, ઈન્ટરનેટ અથવા આવા જ બીજા કોઈ માધ્યમથી શિક્ષણ મેળવી રહ્યા છે એ સારી વાત છે. WHOના ડાયરેક્ટર જનરલ ટ્રેડોસ ગેબ્રેસિએસે કહ્યું કે બાળકો પર મહામારીની સૌથી ખતરનાક અસર થાય છે. સ્કૂલો બંધ કરવી એ મહામારીને પહોંચી વળવાનો છેલ્લો વિકલ્પ હોવો જોઈએ.
આ પણ વાંચો : સોશિયલ મીડિયાને ચટપટી બનાવતી ‘ઓટોમેટિક પાણીપુરી’
