કોરોના સંકટ વચ્ચે પણ અયોધ્યામાં રામ મંદિરનાં (Ram Temple) નિર્માણની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આગામી 5 ઑગષ્ટનાં રોજ ભૂમિ પૂજન કાર્યક્રમ છે. તેની સાથે જ ભવ્ય રામ મંદિર નિર્માણ કાર્ય શરુ થઈ જશે. આ ભૂમિ પૂજનમાં નક્ષત્રથી લઇને તમામ માન્યતાઓનું ખુબજ વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે. અયોધ્યાના (Ayodhya)ભવ્ય રામ મંદિરના નિર્માણમાં ગયાની ફલ્ગુ નદીની રેતીનો ઉપયોગ કરવામાં આવશે. તે ઉપરાંત, ભૂમિ-પૂજન દરમિયાન ગર્ભગૃહની અંદર ચાંદીની 5 ઈંટોનો ઉપયોગ કરવામાં આવશે. હિંદુ માન્યતાઓ અનુસાર આ 5 ઈંટો નક્ષત્રોનું પ્રતીક હશે. અભિજીત મુહૂર્તમાં ભગવાન રામનો જન્મ થયો હતો તેને ધ્યાનમાં લઈને જ ભૂમિ-પૂજનનો સમય પણ નક્કી કરવામાં આવ્યો છે.

ભગવાન રામે ફલ્ગુ નદીમાં કર્યું હતું પિંડદાન
રામ મંદિરના નિર્માણ કાર્યમાં પવિત્ર ભૂમિ ફાલ્ગુ નદીની રેતનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. કારણ કે, એવું કહેવામાં આવી રહ્યું છે કે, ભગવાન રામે ફલ્ગુનાં તટ પર પોતાના ભાઈ લક્ષ્મણ અને સીતાની સાથે પિતા રાજા દશરથની આત્માને મુક્તિ માટે પિંડદાન કર્યું હતુ. માટે, ફલ્ગુ નદીની રેતનો ઉપયોગ રામ મંદિરના નિર્માણકાર્યમાં થવાનો છે.
આ પણ વાંચો : શા માટે અયોધ્યા રામ મંદિરના ભૂમિ પૂજનના 5 ઓગસ્ટનાં મુહુર્ત પર ઉઠી રહ્યા છે સવાલો
ગયામાં વિશ્વ હિંદૂ પરિષદનાં કારકૂન પુરોહિત પ્રમુખ પ્રેમનાથ ટઇયાના જણાવ્યા અનુસાર, અયોધ્યામાં મંદિર નિર્માણમાં 7 દરિયાનું પાણી, દેશની તમામ ધાર્મિક નદીઓનું પાણી, પ્રમુખ ધામોની માટી અને ફલ્ગુ નદીની રેતીનો ઉપયોગ કરવામાં આવશે. મંદિરના નિર્માણ માટે ફલ્ગુ નદીની રેતી એક મહિના અગાઉ જ અયોધ્યા મંગાવી લેવામાં આવી હતી. તે ઉપરાંત, ગયા ધામથી સવા કિલો ચાંદીની ઈંટો પણ અયોધ્યા મોકલવામાં આવી રહી છે.
