વર્તમાન સમયે સમગ્ર વિશ્વ પર કોરોના કાળ બનીને મંડરાઈ રહ્યો છે. દુનિયાભરમાં કોરોનાથી 3 કરોડ 27 લાખ 65 હજાર લોકો સંક્રમિત થયા છે. તેમજ અત્યાર સુધી કોરોનાથી 10 લાખથી વધુ લોકોનું મૃત્યુ થયું છે. ત્યારે વિશ્વ WHOએ ચેતવણી આપી છે કે, કોરોનાથી થનારા મોતનો આંક 20 લાખ સુધી પહોંચી શકે છે. WHOની ચેતવણી વચ્ચે અમેરિકાની બોસ્ટન યુનિવર્સિટીએ દાવો કરતા કહ્યું છે કે, જો કોરોનાના દર્દીને પૂરતા પ્રમાણમાં વિટામીન ડી મળે તો મૃત્યુદરમાં 50 %નો ઘટાડો નોંધાઈ શકે છે.

- સંશોધન અનુસાર વિટામીન Dના પૂરતા પ્રમાણથી કોરોનાનું સંક્રમણ ઘટે છે
- મૃત્યુદરમાં પણ ઘટાડો નોંધાશે
- કોરોના દર્દીઓના વિટામીન Dના યોગ્ય પ્રમાણથી મૃત્યુનો ખતરો 13 % ઘટે છે
- તેમજ દર્દીને વેન્ટિલેટર પર રાખવાની શક્યતા 46 % ઘટશે
વિટામીન D કેવી રીતે ફાયદાકારક
- વિટામીન D ઈમ્યુન સિસ્ટમને મજબૂત બનાવે છે
- જેનાથી કોરોના સામે લડવાની શક્તિ મળે છે
- સામાન્ય રીતે વૃદ્ધોમાં વિટામીન ડીની ઉણપ હોય છે
- જેથી તે કોરોનાના સંપર્કમાં ઝડપથી આવે છે
