ભારતીય રેલવેએ ટિકીટના રિઝર્વેશનના નિયમોમાં ફેરફાર કર્યા છે, જે મુજબ હવે ટ્રેનોમાં ટિકીટના રિઝર્વેશનનો બીજો ચાર્ટ ટ્રેનના સ્ટેશનથી ઉપડવાના અડધા કલાક પહેલા જાહેર થશે.
ભારતીય રેલવેએ સ્ટેશનોથી ટ્રેનોના ઉપડવાના નિર્ધારિત સમયથી અડધા કલાક પહેલા દ્વિતીય રિઝર્વેશન યાદી તૈયાર કરવાની પ્રણાલીને 10 ઓકટોબરથી બહાલ કરવાનો ગઈકાલે નિર્ણય લીધો હતો.

ઉલ્લખનીય છે કે છેલ્લા કેટલાક મહિનાથી કોરોના વાઈરસ મહામારીને ધ્યાનમાં રાખીને આ સમયગાળો નિર્ધારિત સમયના બે કલાક પહેલા કરાયો હતો. જે હવે ફેરફાર કરાયો છે. જે મુજબ હવે ટ્રેનોમાં ટિકીટ રિઝર્વેશનનો બીજો ચાર્ટ ટ્રેનના સ્ટેશનથી ઉપડવાના અડધી કલાક પહેલા જાહેર થશે.
આ પણ વાંચો : મંદી માંથી ઉગરવા સુરતમાં હિરા ઉદ્યોગમાં દિવાળી રજામાં મુકાશે કાપ
