વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી દુનિયાની આઠમી અજાયબીમાં સામેલ થઇ ગઈ છે. ત્યારે સ્ટેચ્યૂ ઓફ યુનિટીની સૌથી નાની પ્રતિમાએ વર્લ્ડ રેકોર્ડ ઓફ ઈન્ડિયામાં સ્થાન આપવામાં આવ્યું છે. જયારે ગિનિસ બૂક ઓફ રેકોર્ડમાં મોકલવાની તૈયાર ચાલી રહી છે. જે પ્રતિમા માત્ર 30 મિનિટમાં બનાવવામાં તૈયાર કરવામાં આવી છે.
સુરતની થ્રીડી એનિમેશન બનાવતી કંપની એ સ્ટેચ્યુ ઓફ યુનિટીની સૌથી નાની પ્રતિમા બનાવી છે. આ પ્રતિમા 3ડી ટેકનિકથી તૈયાર કરવામાં આવી છે. રેસિન મટીરીયલ્યથી 13 એમએમની વિશ્વની સૌથી નાની પ્રતિમા તૈયાર કરાઈ છે. જેનું વજન એક ગ્રામ જેટલું પણ નથી.

અલ્ટ્રાવાયોલેટ લેસરની મદદથી પ્રતિમા તૈયાર કરાઈ છે જેથી તેની નાની નાની બાબત પર ધ્યાન આપી શકાય। સ્ટેચ્યુ ઓફ યુનિટીની આબેહૂબ બનાવવા માટે થ્રીડી ક્લચર માટે લેર બાય લેયર આ પ્રતિમા તૈયાર કરવામાં આવી હતી. આ પ્રતિમા એટલી નાની છે કે સામાન્ય આંખોથી જોવામાં પણ મુશ્કેલી થાય છે. જોકે, 3ડી ઈફેક્ટ હોવાના કારણે આબેહૂબ સ્ટેચ્યૂ ઓફ યુનિટી જેવી લાગે છે. લોકોમાં વિડીયો એનીમેશન અને તેનાથી ઉત્પન્ન થનાર સ્કીલ ડેવલપમેન્ટને લઈ આ પ્રયોગ કરવામાં આવ્યો છે.
