ભારતમાં એક તરફ કોરોના સંક્રમણ ફેલાઈ રહ્યું છે. આ કપરા સમયે સ્પોર્ટ્સ એકટીવીટીને પ્રોત્સાહન આપવા માટે એરપોર્ટ ઓથોરીટી ઓફ ઈન્ડીયા (સ્પોર્ટ્સ કંટ્રોલ બોર્ડ)એ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. જેમાં, 14 વર્ષ થી 24 વર્ષની ઉંમરના બેડમિન્ટન, ચેસ, ખો-ખો, ટેબલ ટેનિસ અને કેરમ રમતના ખેલાડીઓ માટે સ્પોર્ટ્સ કોન્ટ્રાક્ટ સ્કીમ: 2021-22 અંતર્ગત અરજીઓ મંગાવાઈ છે.
આ પણ વાંચો : એસટી નિગમ પાસે 7,863 બસ છતાં કરોડોના બોજ હેઠળ
આ સ્કીમમાં જે ખેલાડીઓ પસંદ કરાશે તેમને માસિક રુ.18,000/- થી રુ. 30,000/- સુધી વેતન , મેડીકલ એલાઉન્સ, સ્પોર્ટ્સ કીટ તેમજ રાષ્ટ્રીય- આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લેવા સહાય મળશે. આ અંતર્ગત અરજી મોકલવાની અંતિમ તારીખ 26 ઓક્ટોબર 2020 છે. આ વિશેની તમામ વિગત નીચે દર્શાવેલી લિંક પર ઉપલબ્ધ છે.
