રાજ્યમાં કોરોનાના વધતા કેસો વચ્ચે 21 સપ્ટેમ્બરથી ધોરણ 9 થી 12 માટે શાળા ખોલવાને લઇ મહત્વના સમાચાર સામે આવ્યા છે. પરંતુ આજે મુખ્યમંત્રી રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં ગુજરાતમા 21 સપ્ટેમ્બર પછી ધોરણ 9થી 12 માટે શાળાઓ નહીં ખોલવાનો નિર્ણય કર્યો છે. આ અંગે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જાહેરાત કરી.
21 સપ્ટેમ્બરથી નહિ ચાલુ થાય શાળાઓ
અનલોક 4ની ગાઈડલાઇનમાં કેન્દ્ર સરકારે 21 સપ્ટેમ્બરે શાળા ખોલવા માટે રાજ્યોને નિર્ણય કરવા કહ્યું હતું. જે અંગે SOP રાજ્ય સરકારે જાહેર કરી છે. કેન્દ્રની ગાઇડલાઇન મુજબ ધોરણ 9 થી 12માં મરજીયાત વાલી મંજૂરી સાથે બાળકને સ્કૂલે જવાની જોગવાઈ છે. જેનો રાજ્ય સરકાર અમલ નહીં કરે. પરિસ્થિતિ યોગ્ય થયા બાદ જ નિર્ણય લેવાશે.
શું દિવાળી સુધી નહિ ખુલે શાળા
રાજ્ય સરકારની નવી શિક્ષણ નીતિ પર મળેલ બેઠકમાં આ અંગે ચર્ચા થઇ હતી .ત્યાર બાદ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું, સ્કૂલો દિવાળી સુધી બંધ રાખવી કે નહીં તે હાલ નક્કી નથી. 21મીથી વિદ્યાર્થીઓને બોલાવવા તેનો નિર્ણય સરકાર ચાલુ સપ્તાહે કરશે. જેનો આજે નિર્ણય કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો : લદાખમાં તણાવ જારી, વિદેશ મંત્રીઓની બેઠક દરમિયાન પણ થયું હતું ફાયરિંગ
