નિર્દોષ અને નાના નાગરિકો સામે લેન્ડગ્રેબિંગ ઍક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં હંમેશા તૈયાર દેખાતી ભાજપ સરકાર કરોડો રૂપિયાના જમીન કૌભાંડ કરનારા સામે કોઈ કાર્યવાહી કરતી નથી, સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના હજીરા ખાતેન નવસાધ્ય કરવા માટે 99 વર્ષના ભાટાપટ્ટે અપાયેલ સરકારી જમીનો બારોબાર વેચીને કરોડો રૂપિયા ભેગા કરનાર સામે આજદીન સુધી કોઈ જ કાર્યવાહી કરવામાં આવી જ નથી જે જમીનમાં સરકાર દાખલ થયેલ છે તેવી 2,24,904 ચો.મી જમીનઉપર રેકર્ડ મુજબ 2008થી ગેરકાયદેસર કબજા કરનાર ઍસ્સાર કપંની સામે આજદીન સુધી કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી.
આ અંગે વધુ વિગતો મુજબ આજરોજ પત્રકાર પરિષદમાં આ પ્રકરણની વિગતો આપતા વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા શૈલેષ પરમાર અને વિધાનસભા પક્ષના દંડક વિજય ચાવડાએ જણાવ્યું હતું કે સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકામાં આવેલા હજીરાના બ્લોક નં-355 પૈકી ની 1,28,488 ચો. મી ખારલેન્ડની જમીન નવસાધ્ય કરવા માટે નાયબ કલેકટર ચોર્યાસી પ્રાંતના તારીથ 29-5-1954ના હુકમ થી 99 વર્ષના ભાડાપટ્ટેથી શાંતિલાલ જેરામ પટેલને ફાળવવામાં આવેલ હતી,નવસાધ્ય કરવાની શરતે ફાળવેલ ખારલેન્ડની જમીન નવસાધ્ય કરવા માટે કયારે કોઈ કામગીરી કરવામાં આવી નથી.
શાંતિલાલ જેરામ પટેલે હજીરાના સર્વે નં- 355 પૈકી 1ની 9617ચો.મી અને સર્વે ને-358 પૈકીને 1,28,488 ચો.મી જમીન એસ્સાર સ્ટીલ લીમીટેડ હજીરા સુરતનને રૂપિયા 50 સ્ટેમ્પ પેપર ઉપર તા. 27-5-2005ના કબજા રસીદ લખી આપેલ કે અમોઍ અમારી રાજીખુશીથી ઍસ્સાર સ્ટીલ લિમી, હજીરાના વિકસિત સ્પોન્જ આર્યન, સ્ટીલ પ્લાન્ટ તથા અન્ય ઔધોગિક હેતુ માટે તેમાં આવેલ મકાન, ઝાડ, પાક, તથા અન્ય વિકાસ કામ સહિત આજરોજ તમોને ઍસ્સાર સ્ટીલ લિમી. હજીરા તરફે તેનો પ્રત્યક્ષ કબજા રસીદ લખી આપીઍ છીઍ તે અમનોને તથા અમારા વશાવાલી વારસો ને કબુલ, મંજુર, અને બંધનકર્તા છે અને રહેશે શાંતિલાલ જેરામ પટેલે આ બંને જમીનોનું કરારનામુ સાટાખત ઍસ્સાર સ્ટીલને તા 27-5-2205ના રૂ.50ના સ્ટેમ્પ પેપર ઉપર કરી આપેલ હજીરાના રેવન્યુ સર્વે નં-355 પૈકી 1 ની 9617ચો.મી જમીનની કુલ કિંમત રૂપિયા 2,38,25,000 થાય છે. તે પૈકી 90 ટકા લેખે રૂપિયા 1,14,42,500 ચુક્વી આપ્યા છે. અને બાકી ની 10 ટકા રકમ રૂપીયા 23,82,500 પાકો રજીસ્ટર્ડ દસ્તાવેજ થાય ત્યારે ચુકવવામાં આવશે તેવો ઉલ્લેખ કરારનામ સાટાખતમાં કરેલ છે.
હજીરાના રેવન્યુ સર્વે નં-૩૫૮ પૈકીની ૧,૨૮,૪૮૮ ચો.મી જમીનની કુલ રૂપિયા ૩,૧૭,૫૦,૦૦૦ થાય છે. તે પૈકી ૯૦ ટકા લેખે રૂપિયા ૨,૮૫,૭૫,૦૦૦ ચુકવી આપ્યા છે. અને બાકીની ૧૦ ટકા રકમ રૂપિયા ૩૧,૭૦૦ પાકો રજીસ્ટર્ડ દસ્તાવેજ થાય ત્યારે ચુકવવામાં આવશે તેવો ઉલ્લેખ સાટાખતમાં કરેલછે આ બંને સર્વે નંબરની જમીનો પેટે કરારનામુ મુજબ શાંતિલાલ જેરામ પટેલ, પત્ની સવિતાબેન શાંતિલાલપત્ની, પુત્રો મહેશ શાંતિલાલ, જનક શાંતિલાલ,મુકેશ શાંતિલાલ પુત્રવધુઓ અમીષાબેન જનર, શર્મીલાબેન મુકેશ વગેરે પરિવારના સભ્યોના નામે ચેકથી કરોડો રૂપિયા લીધા છે.
શાંતિલાલ જેરામ પટેલે ગેરકાયદેસર જમીનના વેચાણ બદલ જંત્રીના દરો મુજબ ચેકથી પેમેન્ટ અને કરોડો રૂપિયા કાળા નાણાં તરીકે રોકડા લીધા છે. જે સમગ્ર બાબત તપાસનો વિષય બને છે એક તરફ સામાન્ય નાગરિકોના લારી ગલ્લાને દબાણ ગણીને તેમની સામે લેન્ડગ્રેબિંગ હેઠળ ગુના દાખલ કરવામાં આવે છે ત્યોર નવસાધ્ય કરવા માટે 99 વર્ષના ભાડાપટ્ટેઆપવામાં આવેલ ખારલેન્ડની જમીનના ગેરકાયદે વેચાણ કરીને ચેકથી નાણાં મેળવનારા સામે અને ગેરકાયદે જમીનનો કબજા ધરાવનાર ઍસ્સાર કંપની સામે લેન્ડગ્રેબિંગ હેઠળ ગુનો દાખલ કરવા સી.જે.ચાવડા અને શૌલેષ પરમાર દ્વારા માંગ કરવામાં આવી છે.