મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના નાના-મધ્યમ-લઘુ માંદા ઊદ્યોગ-એકમોને પૂન:જીવીત કરવાના ઉદ્દેશથી એક મહત્વનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે વીજ દરમાં યુનિટ દીઠ રૂ.1 એકની રાહત આપવાનો નિર્ણય લીધો છે. આ રિએમ્બર્સમેન્ટ ચાર વર્ષના સમયગાળા માટે અપાશે. જેના પરિણામે રાજ્ય સરકાર પર દર વર્ષે અંદાજે સરેરાશ રૂ.30 કરોડનો બોજ પડશે

ગુજરાત અને કચ્છ ચેમ્બર્સ ઓફ કોમર્સે માંદા એકમોને પૂન:જીવીત કરવાના હેતુસર રાજ્ય સરકારે આપેલી રાહતોમાં ખાસ કરીને વીજ દરમાં પ્રતિ યુનિટ રીએમ્બર્સમેન્ટ રૂપે રાહત આપવા અવારનવાર રજુઆતો કરી હતી. આવા માંદા એકમો ઝડપથી પૂન:જીવીત થાય તો હજારો કામદારોની રોજીરોટી જળવાઇ રહે તે હેતુસર આ નિર્ણય લેવામાં આવ્યો છે અને રાજ્યમાં ઊદ્યોગો-વેપાર દ્વારા મહત્તમ રોજગારી મળે તેવા ઉદાત્ત અભિગમથી MSME એકમો માટે અનેક પ્રોત્સાહનો, સબસિડી જાહેર કરેલા છે.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.