કોરોના વાયરસ ભારતમાં દિવસેને દિવસે વધી રહ્યો છે. સરકાર દ્વારા લોકડાઉન ધીરે ધીરે ખોલવામાં આવી રહ્યું છે. ત્યારે 22 માર્ચથી લાગેલ લોકડાઉન દરમિયાન પ્રવાસી મજૂરોને સરકાર દ્વારા સ્પેશિયલ ટ્રેનથી પોતાના વતન મોકલવામાં આવ્યા છે. પોતાના વતન પોહચી ત્યાંની સરકાર દ્વારા તેઓને 14 દિવસ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. આ બધા વચ્ચે બિહાર સરકારે વસ્તી ઘટાડવા માટે એક મહત્વનો નિર્ણય લીધો છે.
ક્વોરેન્ટાઇન બાદ લોકોને આપશે કોન્ડમ

બિહાર સરકાર ક્વોરેન્ટાઇન બાદ અણગમતી પ્રેગનન્સીને રોકી શકે અને વસ્તી વધારો પણ અટકી શકે માટે લોકોને ફ્રીમાં કોન્ડમ આપશે. બિહાર સરકાર આ શરૂઆત કરવા જઇ રહી છે. જેમાં ભારતના કેટલાક NGO પણ જોડાશે. ભોજન અને રહેવાની સુવિધા સિવાય આ પણ એક એવી વસ્તુ છે જેની જરૂર દરેકને છે.
8.77 લાખ લોકો ક્વોરેન્ટાઇનથી મુક્ત થયા

સરકારે કહ્યું કે, અનવોન્ટેડ પ્રેગનન્સીથી બચવા માટે નિરોધનો ઉપયોગ જરૂરી છે. શ્રમિકો અત્યારે બેરોજગારીથી પીડાય રહ્યા છે ત્યારે બિહાર સરકાર કોન્ડમ વહેંચશે. આપણી જવાબદારી છે કે આ મહામારી વચ્ચે આપણે વસ્તીવધારાને પણ રોકીએ. મળતી માહિતી મુજબ 8.77 લાખ લોકો ક્વોરેન્ટાઇનથી મુક્ત થયા છે જ્યારે 5.30 લાખ લોકો હજૂ પણ અલગ અલગ જગ્યાએ ક્વોરેન્ટાઇન છે.
આ પણ વાંચો : વૈજ્ઞાનિકોનો દાવો, ભારતમાં છે એક અલગ પ્રકારનો કોરોના વાયરસ
