સુપ્રીમ કોર્ટે હવાઈ મુસાફરી દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા અંગેની અરજી પર આજ રોજ મહત્વનો નિર્ણય કર્યો છે. બુકિંગ પહેલેથી થઈ હોવાથી એર ઈન્ડિયા 10 દિવસ સુધી સંપૂર્ણ ફ્લાઈટ ચલાવી શકશે પરંતુ ત્યારબાદ વચ્ચેની સીટ ખાલી રાખવાની શરતે ફ્લાઈટ ઉડાવી શકશે.
વચ્ચેની સીટ બુક ન કરવાનો આદેશ
બોમ્બે હાઈકોર્ટે વચ્ચેની સીટ બુક ન કરવાનો આદેશ આપ્યો હતો જેથી એર ઇન્ડિયાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. આ સાથે સુપ્રીમ કોર્ટે બોમ્બે હાઈકોર્ટને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું અવલોકન કરવા માટે એક અલગ આદેશ આપવા જણાવ્યું છે
સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે અમે સામાન્ય રીતે હાઈકોર્ટ દ્વારા પસાર કરેલા વચગાળાના આદેશમાં દખલ કરવા તૈયાર નથી. પરંતુ સોલિસિટર જનરલે વિદેશમાં ફસાયેલા ભારતીયોને થતી મુશ્કેલી વિશે જણાવ્યું છે. તેઓને પ્રવાસ માટે ટિકિટ આપવામાં આવી છે જેથી હાઇકોર્ટના આદેશથી અનેક ચિંતાઓ અને મુશ્કેલીઓ ઊભી થઈ છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે પરિવાર સાથે મુસાફરી કરતાં લોકોને મુશ્કેલીઓ આવી છે. જેણે વચ્ચેની સીટ બુક કરી છે તેમણે સ્વેચ્છિક રીતે પાછળ છોડી દેવા જોઇયે. તથા એર ઇન્ડિયાને 10 દિવસ સુધી વચ્ચેની સીટના બુકિંગ સાથે ઉડાનની પરવાનગી આપવામાં આવશે.
બોમ્બે હાઈકોર્ટનો આદેશ શું હતો ?
બોમ્બે હાઈકોર્ટે એર ઈન્ડિયાને ડિરેક્ટર જનરલ સિવિલ એવિએશનના ‘સોશિયલ ડિસ્ટન્સિંગ’ સર્ક્યુલેશનનું પાલન કરવા જણાવ્યુ હતું. હાઇકોર્ટે એર ઇન્ડિયાને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાં વચ્ચેની સીટ ખાલી રાખવા આદેશ કર્યો હતો. આથી વચ્ચેની સીટ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સમાં ખાલી રાખવી જરૂરી હતી.
આ પણ વાંચો : કોરોના કાળના આવી રીતે મુસાફરોએ કરી ફ્લાઈટમાં મુસાફરી
