સુપ્રીમ કોર્ટે કોરોનાના દર્દીઓની સારવારમાં બેદરકારી અને મૃતદેહો સાથે થઈ રહેલા વર્તન અંગે શુક્રવારે કડક શબ્દોમાં ઝાટકણી કાઢી છે કોર્ટે કહ્યું કે, જો મૃતદેહ કચરાના ઢગમાં મળી રહ્યા છે તો માણસો સાથે જાનવરો કરતા પણ ખરાબ વર્તન થઈ રહ્યુ છે. આ મામલે હવે ગુરુવારે એટલે કે 17 જૂને સુનાવણી કરવામાં આવશે.
સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને ફટકાર લગાવી. કોરોના વાયરસના વધતી આફત, હોસ્પિટલોની સ્થિતિ, મૃતદેહો સાથે વર્તનને લઇ કોર્ટે દિલ્હી સરકાર પાસે જવાબ માંગ્યો છે. કોર્ટનું કહેવું છે કે દિલ્હીમાં જે રીતે મૃતદેહો સાથે વર્તન થઇ રહ્યું છે એ ઘણું દુઃખદ છે.સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું દિલ્હીમાં મૃતદેહોને ઘણી ખરાબ રીતે રાખવામાં આવી રહ્યા છે. પરિવારોને મોતની જાણકારી નથી આપવામાં આવી રહી.
સામે આવેલ વિડિયોનો ઉલ્લેખ
એ ઉપરાંત, કોર્ટમાં સોલિસિટર જનરલે પણ કેટલાક વિડીયોનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે મીડિયા રિપોર્ટ્સમાં દેખાડવામાં આવ્યું છે જે મૃતદેહો સાથે જ દર્દીઓનો ઈલાજ થઇ રહ્યો છે. એના પર દિલ્હી સરકારના વકીલે કહ્યું કે, LGએ આ મામલે કમિટી બેસાડી છે જે મામલો જોઈ રહી છે. ઉલ્લેખનીય છે કે દિલ્હી સરકારને ટેસ્ટિંગ મામલે સુપ્રીમ કોર્ટે ફટકાર લગાવી હતી, દિલ્હીમાં ટેસ્ટિંગ ઓછી થઇ છે તેના પર કોર્ટે સવાલ ઉભા કર્યા હતા.
શવો સાથે જ દર્દીઓનો ઈલાજ
જણાવી દઈએ કે, થોડા દિવસ પહેલા દિલ્હીથી ઘણા એવા વિડીયો સામે આવ્યા હતા, જ્યાં મૃતદેહોને એક સાથે સળગાવવામાં આવી રહ્યા છે. એ ઉપરાંત એક હોસ્પિટલનો વિડીયો સામે આવ્યો હતો, જેમાં દેખાઈ રહ્યું હતું કે મૃતદેહો સાથે જ કોરોના દર્દીઓનો ઈલાજ થઇ રહ્યો છે.
આ રાજ્યોને પણ સુપ્રીમ કોર્ટે આપી નોટિસ
એના પર સુપ્રીમ કોર્ટ દ્વારા સખ્તી રાખવામાં આવી છે અને હવે સરકાર પાસે રિપોર્ટ માંગી છે. શુક્રવારે સુપ્રીમ કોર્ટે દિલ્હી, મહારાષ્ટ્ર, તામિલનાડુ અને બંગાળને નોટિસ ફટકારી છે, જેમાં સરકારી હૉસ્પિટલોની સ્થિતિને લઇ સવાલ ઉભા કર્યા છે. એ ઉપરાંત ઘણી હોસ્પિટલોના ડાયરેક્ટરોને નોટિસ ફટકારી છે.
આ પણ વાંચો : 300 રૂપિયાની વસ્તુ મંગાવી તો 19 હજારની વસ્તુ મોકલી એમેઝોન આપ્યો આ જવાબ
