સુપ્રિમ કોર્ટમાં આજે લોન મોરેટોરિયમના વ્યાજ પર મુક્તિ અંગે સુનાવણી કરવામાં આવી હતી જેમાં સુપ્રીમ કોર્ટે કહ્યું, કેન્દ્ર સરકાર દ્વારા દાખલ કરાયેલ એફિડેવિટ અરજદારોએ ઉભા કરેલા ઘણા મુદ્દાઓને ધ્યાન ઉપર લેતી નથી. સાથે જ સુપ્રીમ કોર્ટ RBIની કોઈ દલીલોથી સંતુષ્ટ નહોતી.
સુપ્રીમ કોર્ટે કેન્દ્રની એફિડેવિટ અંગે નારાજગી વ્યક્ત કરતાં કહ્યું, આ કેસમાં ઉદ્ભવતા ઘણા મુદ્દાઓ કેન્દ્રના સોગંદનામામાં ઉકેલાયા નથી. RBI અથવા કોઈ અન્ય ઓથોરિટી દ્વારા કોઈ પરિણામી સર્ક્યુલર બહાર પાડવામાં આવ્યો નથી. સુપ્રીમ કોર્ટ દ્વારા કામત સમિતિની ભલામણો પર પણ વિચારણા કરવામાં આવશે. રિપોર્ટ પણ જરૂરિયાતમંદો સુધી પહોંચાડવાની યોજના છે.
સરકારને એક અઠવાડિયાનો આપ્યો સમય

સુપ્રીમ કોર્ટે વ્યાજ માફી કેવી રીતે લાગુ કરવી તે અંગે સમજાવવા સરકારને એક અઠવાડિયાનો સમય આપ્યો. કોર્ટે 12 ઓક્ટોબર સુધીમાં એફિડેવિટ દાખલ કારવા કહ્યું. આગામી સુનાવણી 13 ઓક્ટોબરે થશે. સુપ્રીમ કોર્ટે RBIને આ કેસમાં વ્યાપક જવાબ આપવા માટે એક અઠવાડિયાનો પણ સમય આપ્યો છે. સુનાવણી દરમિયાન ન્યાયાધીશ અશોક ભૂષણએ કહ્યું કે સરકારના સોગંદનામામાં ઘણા મુદ્દાઓની ચર્ચા થઈ નથી.
નોંધનીય છે કે છેલ્લી સુનાવણી દરમિયાન કોર્ટે કેન્દ્ર સરકારને સોગંધનામુ રજુ કરવા 1 ઓક્ટોબર સુધીનો સમય આપ્યો હતો સાથે જ સુપ્રીમ કોર્ટે બેન્કોને અત્યારે NPA જાહેર ન કરવા જણાવ્યું છે.
આ પણ વાંચો : કોરોના કાળમાં બેફામ બનેલા નેતાઓ પર હાઇકોર્ટેની ટકોર
