કૂતરાની પાછળ પૂંછડી તો જોઈ છે. પરંતુ કોઈ દિવસ સાંભળ્યું કે જોયું છે કે કોઈ કૂતરાની નાક પર પૂંછડી હોય. આ માત્ર વાત નથી પણ આવું બન્યું છે અમેરિકમાંમાં એક એવું કુતરાનું ગલુડિયું મળ્યુ છે, જેના નાક પર પૂંછડી ઉગી છે. આ મિસોરીના રસ્તાઓ ઉપર મળી આવ્યું હતું માહિતી મળતા જ લોકોને નરવાલ નામના ગલુડિયાને જોવા માટે પહોંચી રહ્યા છે અને તેની સાથે રમી રહ્યા છે. લોકો અને બાળકો તે ઘણું પસંદ આવી રહ્યુ છે. અને તેની સાથે સેલ્ફી લઈ રહ્યા છે.

વેબસાઈટ ડેલી મેલનાં એક રિપોર્ટ મુજબ, મિસોરી સ્થિત એક બચાવ અભિયાન દળ જે કુતરાઓની મદદ માટે ઓળખાય છે, તેણે રસ્તા પરથી આ કુતરાને બચાવ્યું અને તેને નરવાલ નામ આપ્યુ છે. આ ગલુડિયું દસ મહિના હોય એમ કહેવાય રહ્યું છે. અભિયાનના સંસ્થાપકે જણાવ્યું કે આ ખરેખર જાદુઈ ચીજ છે. જેને તમે ક્યારેય જોઈ નહી હોય. અમે તેને મેળવીને ઘણા ખુશ છીએ.

ગલુડિયાનું પશુ હોસ્પિટલમાં એક્સ-રે કરાવતા તે પુંછડીમાં હાડકું તો નથીને કે જે આગળ જઈને મુશ્કેલી ઉભી કરી શકે તો એક્સ-રે જોઈને સૌ કોઈ દંગ રહી ગયા હતા. જ્યારે પૂંછડીમાં કોઈ હાડકું નથી.
