સમગ્ર વિશ્વ પર વ્યાપેલી કોરોના મહામારીમાં દરેક દેશમાં કોરોના વેક્સીન બનાવવાને લઈને રેસ ચાલી રહી છે. તે ઉપરાંત, ભારત કોરોના ટેસ્ટિંગ મામલે સતત યુદ્ધસ્તરે કામ કરી રહ્યું છે જેમાં છેલ્લા 24 કલાકમાં વિક્રમજનક 8,99,000થી પણ વધારે કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. ભારતમાં બનતી સ્વદેશી વેક્સીનને લઈને સારા સંચાર આવ્યા છે. PM મોદીએ 15મી ઓગસ્ટના દિવસે ઉલ્લેખ કરેલી ત્રણ રસીમાંથી એક રસી આગામી એક કે બે દિવસમાં તેના ત્રીજા ટ્રાયલમાં પહોંચી જશે.

હાલમાં ચાલી આ મહામારીમાં દરેક લોકો કોરોના વેક્સીન તરફ મીટ માંડીને જોઈ રહ્યા છે. આ વિશે નીતિ આયોગે કહ્યું કે, પીએમ મોદીએ સ્વતંત્રતા દિવસ પર જે ત્રણ રસી પર ભરોસો વ્યક્ત કર્યો હતો તે બધી રસી પર કામ ચાલી રહ્યું છે અને આજ-કાળમાં તેમાંથી કોવેક્સિન રસી ત્રીજા ચરણમાં પણ પહોંચી જશે. અન્ય બે કોરોના રસી પહેલા અને બીજા ચરણમાં છે.
સરકાર સતત સંપર્કમાં
દેશના કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને કહ્યું કે, એક તરફ વૈજ્ઞાનિકો કોરોના રસી બનાવવાની દિશામાં કામ કરી રહ્યા છે અને ફાઈનલ પ્રોડક્ટ હાંસલ કરવાના કામમાં લાગેલા છે જેથી આપણા બધા માટે રસી ઉપલબ્ધ થઇ શકે. આ કાર્યવાહી પર નિષ્ણાતોનું એક ગ્રુપ સતત રસી નિર્માતાઓ સાથે મળીને પ્રોડક્શન, પ્રોસેસિંગ અને ડીસ્ટ્રીબ્યુશન પર ચર્ચા ચર્ચા કરી રહ્યું છે.
આ પણ વાંચો : ભારતમાં કોરોના બાદ હવે આ બીમારી આપવા જઈ રહી છે દસ્તક, PM મોદીએ સાવધાન રહેવાની કરી અપીલ
હાલમાં દેશમાં સતત ટેસ્ટિંગની સંખ્યા વધારવા માટે પ્રયત્ન અને કાર્ય કરવામાં આવી રહ્યું છે. આ વિશે સ્વાસ્થ્ય મંત્રાલયથી જોડાયેલા રાજેશ ભૂષણે કહ્યું કે દેશમાં 19.70 લાખ દર્દીઓ સાજા થઇ ગયા છે જે એક્ટિવ કેસ કરતા 2.93 ગણા છે. દેશમાં સંક્રમિત દર્દીઓમાં મૃત્યુદર 2 %થી ઓછો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના અત્યાર સુધીના સૌથી વધુ 8,99,000 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
