રાજ્યમાં આ વર્ષે મેઘરાજાએ ભારે બેટિંગ કરી છે. ભારે વરસાદના કારણે રાજ્યમાં 121 ડેમ ઓવરફ્લો થઇ ગયા છે જયારે 169 ડેમોને હાઇએલર્ટ પર રાખવામાં આવ્યા છે. થોડા દિવસના વિરામ બાદ રાજ્યમાં ફરી દક્ષિણ પશ્ચિમના પવનો વર્તાઈ રહ્યા હોવાથી આગામી 24 કલાકમાં ઉત્તર ગુજરાત સહીત અનેક વિસ્તારમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ આગામી 2 દિવસ સમગ્ર રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે.

- હવામાન વિભાગે જણાવ્યું છે કે, હાલ અરેબિયન સમુદ્રમાં લો પ્રેશર સર્જાયું છે. જેના પગલે ફરી મેઘરાજાનું આગમન થવાની શક્યતા દર્શાવી છે.
- દક્ષિણ ગુજરાતમાં બે દિવસ પછી હળવાથી ભારે વરસાદ થઇ શકે છે
- વલસાડ, નવસારી, ભરૂચ, દાદરાનગર હવેલીમાં માધ્યમથી ભારે વરસાદની આગાહી
રાજ્યમાં રવિવારે અમરેલી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થયો હતો. તેમજ સાવરકુંડલા, જાફરાબાદ, ખાંભા, રાજુલા અને ગીર પંથકમાં ભારે વરસાદ નોંધાયો હતો.
આ પણ વાંચો : રેલવેમાં નોકરીની તક: 1 લાખથી પણ જગ્યાઓએ થશે ભરતી, જાણો તમામ માહિતી
ભારે વરસાદના પગલે રાજ્યના 206 ડેમોમાં 87.24 ટકા પાણી ભરાઈ ગયું છે. જેમાંથી સૌરાષ્ટ્રના 140 ડેમોમાં 95.13 ટકા પાણી ભરાઈ ગયું છે. તેમજ 86 ડેમ સંપૂર્ણ ભરાઈ ગયા છે. સરદાર સરોવર ડેમ 89.98 ટકા પાણી ભરાઈ ગયા છે. રાજ્યમાં માત્ર 23 જ એવા ડેમ છે જેમાં 70 % થી ઓછા પાણીનો સંગ્રહ છે.
