સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસ(Corona virus)થી સંક્રમિત દર્દીઓની સંખ્યા સવા બે કરોડ નજીક પહોંચી ગઈ છે. યુરોપના ઘણા દેશમાં કોરોનાની રફ્તાર ઓછી થઇ હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે. પરંતુ અમેરિકા(America) અને બ્રાઝિલ(Brazil) જેવા દેશોમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા સૌથી વધુ છે. અમેરિકા બ્રાઝીલ પછી ત્રીજા નંબર પર ભારત(India) છે. કોરોના મહામારીને લઇ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને(World heath organisation-WHO) મહત્વની જાણકારી આપી છે.
આ લોકોના માંથી ઝડપથી ફેલાઈ રહ્યો વાયરસ

WHOએ કહ્યું કે, 20 વર્ષની આયુ વર્ગના લોકોએ આ વાયરસને સૌથી વધુ ફેલાવવાનું કામ કર્યું છે. પશ્ચિમી પ્રશાંતના દેશોમાં કોરોના વ્યરસની ત્રાસદી અંગે મંગળવારે WHOઆ રીઝનલ ડાયરેક્ટર ડો. તકેશી કાસાઇએ કહ્યું કે, ‘20,30, અને 40 વર્ષના ઉંમર વર્ગના લોકો દ્વારા કોરોના વાયરસ ઘણી ઝડપથી ફેલાઈ રહ્યો છે. એમાં વધુ લોકોએ જાણકારી જ નથી કે તેઓ કોરોનાથી સંક્રમિત છે.’
ડો. તકેશીએ કહ્યું, 20 થી 50 વર્ષના લોકો દ્વારા ફેલાયેલ વાયરસ ઘણા લોકો માટે ઘણૉ ઘાતક સાબિત થઇ રહ્યો છે. વડીલો, લાંબા સમયથી બીમાર, ભીડ ભાડમાં રહેતા લોકો અને અંડર-રિઝર્વ્ડ એરિયામાં રહેતા લોકો માટે આ વાયરસ મોટી મુસીબત ઉભી કરી શકે છે.
અજાણ્યામાં આ લોકો ફેલાવી રહ્યાં છે વાયરસ

WHO એક્સપર્ટે જણાવ્યું કે ઓસ્ટ્રેલિયા, ફિલિપિન્સ અને જાપાન જેવા દેશોમાં 50 વર્ષથી ઓછી ઉમરના સંક્રમિત લોકોની સંખ્યા ઝડપથી વધી રહી છે. આ લોકોમાં વાયરસના ઘણા ઓછા લક્ષણ જોવા મળ્યા છે અથવા કોઈ લક્ષણ જ નથી. આ જ કારણ છે કે લોકો અજાણ્યે આ વાયરસ ફેલાવી રહ્યા છે. તેમણે કહ્યું કે, પશ્ચિમી પ્રશાંતના દેશોમાં કરોડો લોકો આ મહામારીના નવા ચરણમાં પ્રવેશી ચુક્યા છે. એક એવું ચરણ કે જ્યાં સરકારે કોરોના વાયરસના વધતા કેસોથી નિપટવા માટે સ્થાઈ કામગીરી વિષે વિચારવું પડશે. સરકારે હેલ્થ કેસ સિસ્ટમમાં સુધાર અને લોકોના સ્વાસ્થ્ય ને લગતી સારી અડતો માટે સતત પ્રયાસ કરવા પડશે.
આ પણ વાંચો : ગુજરાતમાં સિઝનનો સરેરાશ 79.44% વરસાદ ખાબક્યો, હજી વધુ પડશે તો રાજ્યમાં તબાહી સર્જાશે
