મુંબઈની પ્રતિષ્ઠિત સ્કૂલ ટુર્નામેન્ટ હેરિસ શીલ્ડના પહેલા રાઉન્ડ નોક આઉટ મેચમાં અજીબ ઘટના બની.એવી ઘટના જેને ચિલ્ડ્રન વેલફેયર સ્કૂલ જલ્દી ભૂલવા માંગશે. અંધેરીની આ સ્કૂલ બોરીવલીના સ્વામી વિવેકાનંદ ઇન્ટરનેશનલ સ્કૂલના વિરુદ્ધ મેચ તો હાર્યું પરંતુ એની અજીબ વાત એ છે કે એના બધા બેટ્સમેનો 0 પર આઉટ થઇ ગયા. હા, એનો કોઈ પણ બેટ્સમેન ખાતું પણ ન ખોલી શક્યા.
આભાર માનો કે વિપક્ષી ટીમના બોલરોએ 7 એક્સ્ટ્રા રન (6 વ્હાઇટ અને 1 બાય ) રન આપી દીધા, જો એ ન થયું હોત તો સ્કોરબોર્ડ પર કોઈ રન ન જોવા મળતે. ચિલ્ડ્રન વેલફેયરની આખી ટીમ માત્ર 6 ઓવરમાં જ આઉટ થઇ ગઈ. વિવેકાનંદ ઇન્ટરનેશનલ સ્કૂલ તરફથી મીડીયમ પેસર આલોક પાલે ત્રણ ઓવરમાં ત્રણ રન આપી 6 વિકેટ લીધી. કેપ્ટન વારોદ વાજે ત્રણ રણ આપીને બે વિકેટ લીધી. બીજા બે બેટ્સમેનો રન આઉટ થયા.

આ શરમ જનક પ્રદર્શન ને લઇ ચિલ્ડ્રન વેલફેયરની ટીમ આ મેચ 754 રનોના વિશાળ અંતરથી હારી ગઈ. આ પરંપરાગત ઇન્ટરસ્કુલ ટુર્નામેન્ટમાં લગભગ સૌથી મોટી હાર હશે. આઝાદના મેદાનના ન્યુ એરા ગ્રાઉન્ડ પર પહેલા બેટિંગ કરતા વિવેકાનંદના સ્કૂલના મીટ માયૅકરેની 338 રનની મદદથી 39 ઓવરમાં 761 રન બનાવ્યા.
આ સ્કોરમાં 156 રન પેનલ્ટીના પણ સામેલ છે. ચિલ્ડ્રન વેલફેયર મન બોલરો નક્કી 3 કલાકમાં 45 ઓવર ન નાખી શક્યા. એમણે 6 ઓવર ઓછી નાખી.
આ જીતથી સ્વામી વિવેકાનંદ ઇન્ટરનેશનલ સ્કૂલના કોચ મહેશ લોતીકર ખૂબ ખુશ દેખાયા. કમાલની વાત તો એ છે કે ટીમના કેપ્ટન આયુષ જેથવા અને બે બીજા ખેલાડી મુંબઇ અંડર-16 કેમ્પમાં ચાલનાર આ મેચમાં રમ્યા નહોતા.
સ્કૂલના પૂર્વ વિદ્યાર્થી રહી ચૂકેલા ટીમના સુપરસ્ટાર બેટસમેન રોહિત શર્મા પણ જો સ્કોરકાર્ડ જોશે તો ખૂબ ખુશ થશે. બુધવાર ખરેખર સ્વામી વિવેકાનંદ સ્કૂલ માટે પરફેકટ રહ્યો.
