ભારતનમાં કોરોના વાયરસ સંક્રમિત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. દેશના મોટા મોટા શહેરોમાં લોકડાઉન થઇ ગયું હતું. રવિવારે વડાપ્રધાન મોદી દ્વારા જનતા કર્ફ્યુ લગાવવામાં આવ્યું હતું. ભારત સહીત દુનિયાભરના દેશોની હાલત ખરાબ છે. ત્યારે ઇટલીમાં કોરોના વાયરસથી અત્યાર સુધીમાં સૌથી વધુ મોત થઇ છે. ત્યારે 263 ભારતીયોને ઈટાલીથી લઇ એર ઇન્ડિયા ભારત પહોંચ્યું હતું.

એરપોર્ટ પર થર્મલ સ્ક્રીનિંગ અને ઇમિગ્રેશન પછી દરેક વિદ્યાર્થીઓને આઇટીબીપી છાવલા કેમ્પમાં ક્વોરેન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે આ બધા વચ્ચે સૌથી વધુ પ્રશંસા મહિલા પાઇલટની થઇ રહી છે. આ મહિલાનું નામ છે શ્વાતી રાવલ.
પહેલા ફાઈટર પાયલેટ બનવા માંગતી હતી

મળતી માહિતી મુજબ એરઇન્ડિયાની જે ફ્લાઇટ દ્વારા ઈટાલીથી વિદ્યાર્થીઓને લાવવામાં આવ્યા એ ફ્લાઈટની પાઇલટ મહિલા પાઇલટ સ્વાતિ રાવલ હતી. સ્વાતિ રાવલ એક બાળકની માતા છે. સ્વાતિનું નામ એ પાયલેટોમાં છે જે મુંબઈ થી ન્યુયોર્ક જાય છે. તેઓ 15 વર્ષથી પાયલેટ છે. સ્વાતિ પહેલા ફાઈટર પાયલેટ બનવા માંગતી હતી પરંતુ એવું નઈ થઇ શક્યું માટે તેઓ કમર્શિયલ પાયલેટ બની ગયા.
આ પણ વાંચો : દુનિયાના અબજો પતિઓ આ રીતે કરી રહ્યા કોરોના વાયરસ સામે લડવા મદદ
ટ્વીટરર પર લોકો કરી રહ્યા છે સરાહના
સ્વાતિ દ્વારા ઈટાલીથી ભારતીયોના લાવ્યાની ખબર વાયરલ થઇ ત્યારે સોશિયલ મીડિયા પર સ્વાતિનું ખુબ જ પ્રશંસા થઇ છે લોકો તેમની હિંમતની સરાહના કરી રહ્યા છે. લોકો કહી રહ્યા છે કે સ્વાતિએ ગભરાયા વગર બીજા માટે કામ કર્યું. એવું કરવા વાળાનું દિલથી નમન.
આ પણ વાંચો : કોરોના : હજારો કેદીઓને લઈ સુપ્રીમ કોર્ટનો સૌથી મોટો નિર્ણય
