કોરોના વાયરસે ભારત સહીત દુનિયાભરની ઈકોનોમી પુરી રીતે ખરાબ કરી નાખી છે. આ જ કારણે ઇકોનોમીમાં બીજા વિશ્વયુદ્ધ પછી સૌથી મોટી મંદી આવવાની છે. ત્યાં જ ભારતની અર્થવ્યવસ્થામાં 3.2%નો ઘટાડો થશે. આ વાત વિશ્વ બેંકે તાજા રિપોર્ટ ગ્લોબલ ઈકોનોમિક પ્રોસ્પેક્ટ(વૈશ્વિક આર્થિક સંભાવના)માં કહી છે. રિપોર્ટ મુજબ આ વર્ષે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં 5.2% ઘટાડો થશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે વિકસિત દેશોમાં મંદી બીજા વિશ્વ યુદ્ધ પછીની સૌથી મોટી હશે. ત્યારે વિકાસશીલ દેશોમાં અર્થવ્યવસ્થાઓના ઉત્પાદનમાં ઓછામાં ઓછા 6 દસકમાં પહેલો ઘટાડો હશે.
બીજા વિશ્વ યુદ્ધ પછીની સૌથી મોટી મંદી

રિપોર્ટમાં વર્લ્ડ બેન્કના પ્રેસિડેન્ટ ડેવિડ મલપાસએ કહ્યું, “માત્ર મહામારીના કારણે કોવિડ-19 મંદી 1870 પછી પહેલી મંદી છે, તમને જણાવી દઈએ કે, વૈશ્વિક અર્થવ્યવસ્થામાં 1870 પછી અત્યાર સુધી કુલ 14 વખત મંદીઓ આવી છે. આ મંદીઓમાં 1876, 1885, 1893, 1908, 1914, 1917-21, 1930-32, 1938, 1945-46, 1975, 1982, 1991, 2009 અને 2020નો સમાવેશ થાય છે.
ગરીબો પર થશે અસર
રિપોર્ટ મુજબ વિકસિત અર્થવ્યવસ્થાઓમાં આર્થિક વૃદ્ધિમાં 2020માં 7% ઘટાડો થશે. ત્યાં જ ઉભરતા બજારો અને વિકાસશીલ અર્થવ્યવસ્થાઓમાં વર્ષ 2.5% ઘટાડાની આશંકા છે. આ ઓછામાં ઓછા 60 વર્ષમાં પહેલો ઘટાડો હશે. રિપોર્ટ મુજબ પ્રતિ વ્યક્તિની આવકમાં 3.6%ના ઘટાડાનું અનુમાન છે. જેથી કરોડો ગરીબ લોકો પર અસર થશે.

ભારત અંગે શું કહ્યું
વિશ્વ બેન્કની રિપોર્ટમાં ભારતના વૃદ્ધિના અનુમાનમાં ભારે ઘટાડો કરવામાં આવ્યો છે. પરંતુ રિપોર્ટમાં કહેવામાંઆ આવ્યું છે કે ભારતની અર્થવ્યવસ્થા આવતા વર્ષે ફરી પટરી પર આવી જશે. રિપોર્ટ મુજબ ભારતની આર્થિક વૃદ્ધિ 2019-20માં અંદાજિત 4.2% રહી.
અનુમાન છે કે 2020-21માં આ અર્થવ્યવસ્થા કોવિડ-19ના પ્રભાવોના કારણે 3.2% ઘટી જશે. વિશ્વ બેન્કનું કહેવું છે કે ભારત સરકારના રાજકોષીય પ્રોત્સાહનો અને રિઝર્વ બેન્ક તરફથી સતત દેવું સસ્તું રાખવાની નીતિ છતાં બેન્કિંગ અને નાણાકીય ક્ષેત્ર પર દબાવ થશે, ત્યાં જ વૈશ્વિક સંકટની ભારત પર પણ અસર થશે.
આ પણ વાંચો : ધો.10 બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર, રાજ્યમાં આ જિલ્લો રહ્યો પ્રથમ તો, આટલી શાળાઓનું પરિણામ 0%
