રશિયાના રાષ્ટ્રપતિ Vladimir Putin યૂક્રેન પર હુમલો કર્યા બાદ સતત વિવાદોમાં ઘેરાયેલા છે. બાદમાં અમેરિકા અને તેના સહયોગી દેશ રશિયા પર અનેક પ્રતિબંધ લગાવી ચૂક્યા છે. આ પછી યૂરોપીય સંઘ, કેનેડા, અમેરિકાએ પણ પુતિન પર પ્રતિબંધ લગાવ્યા છે. જો કે પુતિન પર તેની કોઈ ખાસ અસર જોવા મળી નથી. આ કારણે પુતિનની પાસે બેહિસાબ સંપત્તિ હોવાનું માનવામાં આવી રહ્યું છે જેના આધારે તેઓ આલીશાન જીવન વ્યતીત કરે છે.
જાણો કેટલો પગાર લે છે
રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને 1.40 લાખ ડોલરનો પગાર મળે છે. ભારતીય રૂપિયામાં તે લગભગ 1.05 કરોડ રૂપિયા થાય છે. જોકે, લોકપ્રિય સેલિબ્રિટીઓની નેટવર્થ પર નજર રાખતી વેબસાઈટ caknowledge અનુસાર પુતિનનો વાર્ષિક પગાર હાલમાં $2.40 લાખ અથવા લગભગ રૂ. 1.80 કરોડ છે. તેમની સરખામણીમાં ભારતના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન (નરેન્દ્ર મોદી)નો પગાર સાધારણ છે. ભારતના રાષ્ટ્રપતિનો પગાર હાલમાં વાર્ષિક 60 લાખ રૂપિયા છે, તો વડાપ્રધાનનો વાર્ષિક પગાર 20 લાખ રૂપિયાથી ઓછો છે.

રાષ્ટ્રપતિ પાસે છે ‘ગ્રેસફુલ’ નામની સુપરયાટ
પુતિન પોતાની લક્ઝરી લાઈફસ્ટાઈલને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. તેની લક્ઝુરિયસ સુપરયાટ વિશે શું કહેવું છે, જેને જોઈને દરેક આશ્ચર્યચકિત થઈ જાય છે. મળતી માહિતી અનસુાર રશિયાના રાષ્ટ્રપતિ પાસે 750 કરોડ રૂપિયાની ‘ગ્રેસફુલ’ નામની સુપરયાટ છે. તે રશિયન નેવી માટે પરમાણુ સબમરીન નિર્માતા સેવામાશ દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે અને આંતરિક-બાહ્ય H2 યાટ્સ ડિઝાઇન દ્વારા બનાવવામાં આવી છે. આ સુપરયાટ પર હેલિપેડ, ડાઇનિંગ એરિયા, કોકટેલ બાર જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. તેના ભોંયરામાં, વિશ્વભરની સૌથી લક્ઝુરિયસ વાઇનની 400 બોટલો રાખવામાં આવી છે. તે થોડા સમય માટે જર્મનીમાં પાર્ક કરવામાં આવ્યું હતું, પરંતુ હુમલા પછી પ્રતિબંધોની અપેક્ષાએ તે પહેલાથી જ જર્મનીથી રવાના કરી દેવાયું હતું.

ક્લાસિકલ સ્ટાઈલમાં ડિઝાઈન કરાયેલું છે વિમાન
જ્યારે પુતિન પાણી દ્વારા નહીં પણ આકાશમાં ઉડતી વખતે ક્યાંક જતા હોય છે, ત્યારે તેમને નિયો-ક્લાસિકલ શૈલીમાં ડિઝાઇન કરાયેલું ખાસ વિમાન ગમે છે. એક રિપોર્ટ અનુસાર આ પ્લેનની કિંમત 390 મિલિયન ડોલર અથવા લગભગ 3 હજાર કરોડ રૂપિયા છે. તેને ‘ફ્લાઈંગ ક્રેમલિન’ નામ આપવામાં આવ્યું છે, જેનો અર્થ થાય છે ‘રશિયાના રાષ્ટ્રપતિની ફ્લાઈંગ ઓફિસ’. મળતી માહિતી અનુસાર આ પ્લેનમાં સોનાથી બનેલું ટોઈલેટ છે, જેની કિંમત 35 લાખ રૂપિયાથી વધુ છે. આ એરક્રાફ્ટ ઉડતો કિલ્લો છે અને પ્રતિ કલાક 590 મિનિટની ઝડપ માપી શકે છે. જીમ, બાર, 3 બેડરૂમ સિવાય તેમાં તમામ સુવિધાઓ છે, જેની મદદથી પુતિન મુસાફરી દરમિયાન સેનાને નિયંત્રિત કરી શકે છે.

KGBના ટોપ એજન્ટ રહી ચૂક્યા છે પુતિન
રાજનીતિમાં સક્રિય થતા પહેલા પુતિન સોવિયત સંઘના સમયની કુખ્યાત એજન્સી કેજીબીના ટોપ એજન્ટ રહી ચૂક્યા છે. તેમની પાસે લાંબો સૈન્ય અનુભવ છે અને અનેક સીક્રેટ મિશનને પણ અંજામ આપી ચૂક્યા છે. તેઓ સૈન્ય કૌશલ સાર્વજનિક કરી રહ્યા છે. થોડા સમય પહેલા તેના ફોટો વાયરલ થયા હતા જેમાં જોઈ શકાય છે કે તેઓ એક પનડુબ્બી ચલાવી રહ્યા છે. પુતિન ત્યારે ફિનલેન્ડની ખાડીમાં સી-એક્સપ્લોરર 3.11 સબમર્સિબલ પનડુબ્બીમાં બેસીને સમુદ્રની ઊંડાઈમાં ગોથા લગાવી રહ્યા હતા. તે બીજા વિશ્વયુદ્ધના સમયે સોવિયતની Shchuka-Class Submarine Shch-308 પનડુબ્બીની શોધ અભિયાનને લીડ કરી રહ્યા હતા.

બ્લેક સીના કિનારે આલિશાન મેન્શન
પુતિનના પર્સનલ યૂઝ માટે માર્બલનો સ્વીમીંગ પુલ બનાવાયો છે. તેને યૂનાનના દેવતાની મૂર્તિઓથી સજાવાયો છે. આ મેન્શનમાં વાઈન સેલાર, થિયેટર, ક્લબની સુવિધાઓ છે. પુતિનનો આ મેન્શન કિંગ લુઈસ 14માના મહેલની યાદ અપાવે છે. પુતિને આ ખુલાસાને બોરિંગ ગણાવી ઈન્કાર કર્યો હતો કે આ તેમનું મેન્શન છે. પુતિનની ઉંમર 69 વર્ષની થઈ છે પણ આજે પણ ફિટનેસ યુવાઓને માત આપી રહ્યા છે. તેની પાછળ તેની ટફ એક્સરસાઈઝનું જૂનૂન છે. અનેકવાર માચોમેનના અવતારમાં પણ તેઓ જોવા મળ્યા છે.