સ્મીમેરમાં તપાસ કરાવવા આવેલો સૈયદપુરાનો યુવક રેપીડ ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ વિગતો આપ્યા વિના જ જતો રહેતા સ્ટાફ દોડતો થઈ ગયો છે. આ 19 વર્ષિય યુવકને બે ત્રણ દિવસથી શરદી, ખાસી, તાવ જેવાં લક્ષણો હતા. ખાનગી દવાખાનાએ તેને કોવિડ ટેસ્ટ કરાવવા સલાહ આપી હતી. જેથી તે શનિવારે રાત્રે સ્મીમેર પહોંચ્યો હતો, જ્યાં તેને હોમ આઈસોલેશનની સલાહ પણ અપાઈ હતી. આ યુવકની મોબાઈલ નંબર સહિતની તમામ માહિતી નોંધાય તે પહેલા જ તે પલાયન થઈ ગયો હતો.
આખરે કેસ પેપરના આધારે પાલિકાના આરોગ્ય વિભાગને વિગત મળતાં હોમ આઈસોલેશનની પ્રક્રિયા હાથ ધરી હતી. શહેરમાં કોરોના વકરતો જઈ રહ્યો છે રાંદેર અને અઠવા ઝોન ગંભીરતાથી પોઝિટિવ કેસ ની હીસ્ટ્રી થી લઈ કોન્ટેક્ટ ટ્રેસિગ કરી કેસ શોધી રહ્યા છે. રવિવારે રાંદેર માં રહેતો એક કોલેજનો 18 વર્ષિય વિદ્યાર્થી કોન્ટેક્ટ ટ્રેસિગમા પોઝિટિવ આવ્યો છે.!
કામરેજની આત્મીય વિદ્યા મંદિર (એવીએમ) કોલેજ માં અભ્યાસ કરતો 18 વર્ષિય વિદ્યાર્થી રાંદેરની કલ્પના સોસાયટી ખાતે રહે છે. રાંદેર ઝોનને જાણ થતાં કરાયેલી તપાસ માં આ વિદ્યાર્થી પોઝિટિવ આવ્યો હોવાની જાણ થઈ હતી. તેથી રવિવારે કલ્પના સોસાયટી માં સર્વેલન્સ કરાયું તેમાં વિદ્યાર્થીના પરિવાર આડોસપાડોસ કોન્ટેક્ટ નાઓ મળી 28 જણા ના ધનવંતરી રથ માં ટેસ્ટીગ કરવામાં આવ્યું હતું પણ કોઈ પોઝિટિવ કેસ નોધાયો ન હતો. કામરેજ ની એવીએમ કોલેજમાં એકાઉન્ટ વિભાગ માં પોઝિટિવ કેસ નોંધાયા હતાં તેમના કોન્ટેક્ટ માં આવેલા રાંદેર ની કલ્પના સોસાયટી ખાતે રહેતો 18 વર્ષિય વિદ્યાર્થી પોઝિટિવ આવ્યો છે.
બે મહિના બાદ શહેર-જિલ્લામાં ફરીથી 11 કેસ પોઝિટિવ નોંધાયા છે. ગઈ 27 જુલાઈએ 11 કેસ નોંધાયા હતા. શહેરમાં 8 અને જિલ્લામાં 3 કેસ સાથે રવિવારે ફરી 11 કેસ નોંધાયા છે. આ સાથે કુલ કેસ 143760 થયા છે. કુલ મૃતાંક 2115 થયો છે. રવિવારે શહેરમાંથી 05 કોરોના દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 141574 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે. રવિવારે શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 82 થઈ ગઈ છે.